ધંધુકા APMC દ્વારા ખેડૂતોની સુરક્ષા માટે વાહનો પર રેડિયમ અભિયાન
ધંધુકા APMC દ્વારા ખેડૂતોની સુરક્ષા માટે વાહનો પર રેડિયમ અભિયાન
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સલામતી અને માર્ગ અકસ્માતોને રોકવા માટે ધંધૂકા APMC દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ૨જી એપ્રિલથી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ, APMC ખાતે આવતા તમામ વાહનો પર રેડિયમ સ્ટીકર અને પટ્ટી લગાવવામાં આવી રહી છે.
આ અભિયાન પાછળનો મુખ્ય ઉદ્દેશ રસ્તા પર અકસ્માતોની સંભાવના ઘટાડવાનો છે. ઘણીવાર, ખેડૂત મિત્રો અને વેપારીઓના વાહનો પાછળ લાઈટ કે રેડિયમ સ્ટીકર ન હોવાથી, રાત્રિના સમયે તેઓ સ્પષ્ટ રીતે દેખાતા નથી, જે જીવલેણ અકસ્માતોનું કારણ બની શકે છે. આવા દુર્ઘટનાઓને અટકાવવા અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે APMC ધંધૂકા પરિવાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
APMC સ્ટાફ દ્વારા દરેક વાહન પર રેડિયમ સ્ટીકર અને પટ્ટી લગાવવાનું કાર્ય સક્રિયપણે કરવામાં આવી રહ્યું છે, જેથી રાત્રિના સમયે વાહનો સ્પષ્ટ રીતે દેખાઈ શકે. આ અભિયાનથી ખેડૂતો અને વેપારીઓને લાભ મળશે અને માર્ગ સલામતીમાં નોંધપાત્ર સુધારો થશે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
