વિકળિયા થી જલાલપુર જતા સાત કરોડ ના ખર્ચે બનતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના રસ્તા ના નબળા કામ ને લઈ સ્થાનિકો માં કચવાટ. જનતા ના ટેક્સ ના નાણાં નો આવો વ્યય કેમ ?
વિકળિયા થી જલાલપુર જતા સાત કરોડ ના ખર્ચે બનતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના રસ્તા ના નબળા કામ ને લઈ સ્થાનિકો માં કચવાટ.
જનતા ના ટેક્સ ના નાણાં નો આવો વ્યય કેમ ?
ગઢડા સ્વામીના તાલુકા ના જલાલપુર થી વિકળિયા તરફ જતા પ્રધાન મંત્રીગ્રામ સડક યોજના ના નબળા કામ અંગે સ્થાનિક માં નારાજગી જલાલપુર થી વિકળિયા જતા રૂપિયા સાત કરોડ ના ખર્ચે બનતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના કામ માં બોટાદ જિલ્લા પંચાયત કચેરી ના માર્ગ મકાન નું મોનિટરીગ છે કે કેમ ? સ્થાનિક ધારાસભ્ય જનપ્રતિનિધિ શ્રી શભૂનાથ ટુડિયા એ વિકાસ કામો સારા ગુણવત્તા યુક્ત થાય તે માટે જાહેર મંચ ઉપર થી અપીલ કરી છે અને પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના ના વિકળિયા થી જલાલપુર તરફ જતા રૂપિયા સાત કરોડ જેવો ખર્ચ કરી બનતો હોય ત્યારે આ રસ્તો સારો બને તેની ગુણવત્તા લાંબો સમય ટકે તેવા ઉદ્દેશ થી અવાર નવાર પ્રશાસન નું ધ્યાન પણ પત્રો પાઠવી દોરતા સ્થાનિક અગ્રણી ફારૂક મહેતર સહિત ના આગેવાનો એ રજુઆત કરી હોવા છતાં તંત્ર ધોરનિદ્રા માં છે રસ્તા બનતા પહેલા નડતર રૂપ વીજ પોલ હટાવ્યા નથી સફાઈ વગર માટી ઉપર ડામર પાથરી સાઈડો માં રોકા નું પુરાવ કરાયું નથી લોટ પાણી ને લાકડા સામે સ્થાનિક અગ્રણી ફારૂક મહેતર ના અનેક સવાલ શુ આ રસ્તો લાંબો સમય ટકશે ? વારંવાર રસ્તો બનશે ખરો ?
રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત માર્ગ મકાન વિભાગ સુધી રજુઆત બોટાદ જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગે વાતાકુલીગ ઓફીસ માંથી બહાર નીકળી સ્થળ વિઝીટ કરી માર્ગ ની ગુણવત્તા અંગે તકેદારી લેવી જોઈ એ ભાંગતા જતા ગામડા માં પ્રાણ પૂરતી ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટું બજેટ ગામડા ની પ્રાથમિક સુવિધા માટે ફાળવે છે પણ બોટાદ જિલ્લા પંચાયત માર્ગ મકાન નું તંત્ર આંખ આડા કાન કેમ કરે છે ? માર્ગ બનતા પહેલા ડ્રાઇવર્ઝન સાઈન બોર્ડ ક્યાં ?
આર સી સી અને ડામર રોડ ના કામો માં માટી દૂર કર્યા વગર સીધું કામ શરૂ કરી દેવા ની એજન્સી ને ઉતાવળ કેમ ? આર સી સી કામો ને પાણી પાવા નું સદંતર બંધ કેમ ? રૂપિયા સાત કરોડ નું કામ સાત વર્ષ ટકશે ખરું ? પ્રજા ના ટેક્સ ના નાણાં માંથી ચાલતા વિકાસ કામો માં આવી વેઠ કેમ ? ખૂબ ખર્ચ બાદ આર સી સી ને પાણી ન પાવું એ બે જવાબદારી નથી ? આવા અનેક સવાલ કરતા જલાલપુર ના ફારૂક મહેતર દ્વારા સબંધ કરતા તંત્ર માં લેખિત ફરિયાદ બાદ પણ તંત્ર દરકાર કેમ નથી લેતું ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
