સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીક્ટ તાજાવાલા ટ્રોફી ના સેમિફાઇનલ માં જુનાગઢ નો શાનદાર જીત સાથે અપર ગ્રુપમાં પ્રવેશ - At This Time

સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીક્ટ તાજાવાલા ટ્રોફી ના સેમિફાઇનલ માં જુનાગઢ નો શાનદાર જીત સાથે અપર ગ્રુપમાં પ્રવેશ


સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીક્ટ તાજાવાલા ટ્રોફી ના સેમિફાઇનલ માં જુનાગઢ નો શાનદાર જીત સાથે અપર ગ્રુપમાં પ્રવેશસૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા રમાડતી આંતર જિલ્લા તાજાવાલા ટ્રોફીમા જૂનાગઢ જિલ્લા ની ટીમ અને સુરેન્દ્રનગર રૂરલ જિલ્લા ટીમ સામે સેમી ફાઇનલ મેચ સુરેન્દ્રનગર ખાતે સેમીફાઇનલ મેચ રમાયો હતો , જેમા સુરેન્દ્રનગર રૂરલ એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા જુનાગઢ સિટી એ માત્ર 39.2 ઓવરમાં 143 ના સ્કોરએ ઓલ આઉટ કરી હતી. જેમાં જૂનાગઢ સિટી ના પાર્થ ભૂત 3 વિકેટ, કૃષન બાબરીયા અને જયદીપ મોરી 2-2વિકેટ,ઋષીલ પાઉં અને કલ્પ લાડાણી એ 1-1 વિકેટ ઝડપી હતી. 144 રન ના ટાર્ગેટનો પીછો કરતા જુનાગઢ ટીમ તરફથી રમતા બેટર રિધમ નકુમ સાત ચોગ્ગા સાથે 68 રન ફટકાર્યા અને જ્યોર્તીર પુરોહિત ના 6 ચોગ્ગા સાથે 66 રન મહત્વ ના હતા. જેમાં રિધમ નકુમ અને જ્યોર્તીર પુરોહિત ની શાનદાર 133 રન ની પાર્ટનરશીપ સાથે જૂનાગઢ સિટી 9 વિકેટે જીત હાંસલ કરી હતી.આ જીત થી જૂનાગઢ ક્રિકેટ એસો. ની ટીમ અપર ગ્રુપ મા ક્વોલિફાઈ થઈ છે જે બદલ તમામ ખેલાડીઓને અને કોચ ભરત બઢ ને જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસો. પ્રમુખ પાર્થ કોટેચા, ઉપ પ્રમુખ પાર્થ ધુલેસિયા, સેક્રેટરી અર્જુન રાડા અને સિલેક્ટર કમલ ચાવડાએ અભિનદન પાઠવ્યા હતા.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image