ટેકાના ભાવે ચણા રાયડાના રજિસ્ટ્રેશન રદ્દ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા એ મુખ્યમંત્રી કૃષિમંત્રીને લખ્યો પત્ર સરકારે બનાવેલા નિયમો યોજના ઓમાં જ સરકારને ઘેરતા પાલ આંબલિયા સરકારને દુઃખે છે પેટ ને ફુટે છે માથું
ટેકાના ભાવે ચણા રાયડાના રજિસ્ટ્રેશન રદ્દ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા એ મુખ્યમંત્રી કૃષિમંત્રીને લખ્યો પત્ર
સરકારે બનાવેલા નિયમો યોજના ઓમાં જ સરકારને ઘેરતા પાલ આંબલિયા
સરકારને દુઃખે છે પેટ ને ફુટે છે માથું
ટેકાના ભાવે તુવેર બાદ ચણા રાયડાના રજિસ્ટ્રેશનમાં પણ જમીન માપણીની ભૂલનો ખેડૂતો ભોગ બન્યા ત્યારે જમીન માપણી ભૂલ સુધાર્યા વગર સેટેલાઇટ પાક સર્વે યોજના સફળ થશે જ નહીં જે બાબતે યોગ્ય કરવા વિગતે પત્ર પાઠવ્યો જ્યારે ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલુ કરી ત્યારે ગુજરાતમાંથી અંદાજે ૧૦ હજાર જેટલા ખેડૂતોનું તુવેરનું રજિસ્ટ્રેશન રદ્દ કરવા સરકારે પ્રક્રિયા હાથ ધરી હતી અને અત્યારે છેલ્લા ૨-૩ દિવસથી ચણા અને રાયડાનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવનાર હજારો ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે કે ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા આપે ઇ-સમૃદ્ધ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં નોંધણી મુજબનો જે તે પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવાઓ સાથે દિવસ ૩ માં આપના વિસ્તારના ગ્રામ સેવકશ્રીને રજૂ કરશો.GJAGRI
સરકાર કોઈપણ યોજના લાવે તે આવકાર્ય છે સરકાર ડિજિટલ પ્લેટફોર્મનો વધારે ઉપયોગ કરે તે પણ આવકાર્ય છે ડિજિટલ પ્લેટફોર્મનો કામની વધારે સરળતા માટે ઉપયોગ થવો જોઈએ નહીં કે વધારે ગુંચવણ ઉભી કરે તેના માટે. તેમ છતાં સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવવામાં આવતી દરેક યોજના સરળતા ઓછી અને ગૂંચવાડા વધારે ઉભા કરે છે સેટેલાઇટ પાક સર્વે યોજનામાં અત્યારે સરકાર ખેડૂતોને જે રીતે મેસેજ કરી રહી છે ત્યારે સરકારશ્રીને કેટલાક સવાલ છે
(૧) ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવવા માટેના નિયમો સરકારશ્રીએ બનાવ્યા છે ?
(૨)આ નિયમો અનુસાર જે ખેડૂત જે સર્વે નંબર માટે ટેકાના ભાવે જે પાક વેચવા રજિસ્ટ્રેશન કરાવે તે જ સર્વે નંબરમાં તે જ પાક વાવ્યો છે તેવો તલાટી કમ મંત્રી(ગ્રાઉન્ડ ઉપર ખરેખર છે) દાખલો આપે છે પછી જ તે સર્વે નંબરનું જે તે પાક માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે તલાટી કમ મંત્રીના દાખલા વગર રજિસ્ટ્રેશન થઈ શકતું નથી
(૩)તલાટી મંત્રી ગ્રાઉન્ડ ઉપર છે તેને ખબર જ છે કે ખેડૂતો જે તે સર્વે નંબરના પોતાના ખેતરમાં તુવેર, ચણા કે રાયડો વાવ્યો છે તેની ખરાઈ કર્યા પછી જ દાખલો લખી આપે છે અને આ દાખલાના આધારે જ રજિસ્ટ્રેશન થાય છે
(૪) જે જે ખેડૂતોને સરકારશ્રીએ સેટેલાઇટ ઇમેજ સાથે પાક સુસંગત ન હોવાના મેસેજ મોકલ્યા એ એ ખેડૂતોને તલાટી કમ મંત્રી એ ખરાઈ કર્યા પછી જ દાખલો તો આપ્યો જ છે(૫) સરકાર જાતે નક્કી કરી ને કહે કે તલાટી કમ મંત્રી એ ખોટો દાખલો આપ્યો કે સરકારની સેટેલાઇટ પાક સર્વે યોજના મુજબ મળેલી ઇમેજ ખોટી માહિતી આપી રહી છે ??(૬)આપ પણ સમજી શકો છો કે આપના જ બે પક્ષો પૈકી કોઈ એક પક્ષ તો ખોટો છે જ યા તલાટી કમ મંત્રી અથવા સેટેલાઇટ સર્વે યોજના મુજબ લીધેલી ઇમેજ (૭) જ્યારે સરકારના બે પક્ષો પૈકી કોઈ એક પક્ષ ખોટો હોય ત્યારે સરકારશ્રીએ ખેડૂતોને હેરાન કરવાની જગ્યાએ પોતાની ક્યાં ભૂલો છે તે પહેલા શોધવું જોઈએ અને તેને પહેલા સુધારવી જોઈએ ને પછી જ ખેડૂતોને હેરાન કરવા જોઈએ (૮) ખેડૂતોએ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવવા લાઈનોમાં ઉભા રહયા અને હવે ખેડૂતોનો કોઈ વાંક ગુનો ન હોવા છતાં કારણ વગર સરકારની જમીન માપણીની ભૂલનો ભોગ બની ગ્રામ સેવકો પાસે ધક્કા ખાવા મજબૂર બની રહ્યો છે(૯) સરકાર જ્યારે આ બાબતે યોગ્ય તપાસ કરશે તો ખબર પડશે કે ન તો તલાટી કમ મંત્રી ખોટા છે ન તો સેટેલાઇટ પાક સર્વે યોજનાની ઇમેજ ખોટી છે ખરેખર ભૂલ જમીન માપણીની છે જેના કારણે સરકારના આ બન્ને પક્ષો અને ખેડૂતો કારણ વગર ખોટા પડી રહયા છે (૧૦) જમીન માપણીમાં "X" નું ખેતર "Y" ના નામે બેસી ગયું છે હવે જ્યારે સરકાર સેટેલાઇટ ઇમેજ "x" ખેડૂતના ખેતરની લે છે ત્યારે તેને જમીન માપણીની ભૂલના કારણે "y" ખેડૂતનું ખેતર દેખાય છે અને ઇમેજ પણ "Y" ના ખેતરની આવે છે અને વાસ્તવિકતા એ છે કે ચણા/રાયડો/તુવેર વગેરે જે તે પાક "X" ખેડૂતે વાવ્યા છે અને "X' ખેડૂતે જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ જમીન માપણીની ભૂલ હોવાથી સેટેલાઇટ પાક સર્વે ઇમેજ "X" ખેડૂતના ખેતરના બદલે "Y" ખેડૂતના ખેતરની આવે છે જ્યારે "Y" ખેડૂતે જે તે પાક વાવ્યો જ નથી એટલે "X" ખેડૂતને સરકાર મેસેજ મોકલી રહી છે (૧૧) ભૂલ જમીન માપણીની છે જેના કારણે સરકારશ્રીના તલાટી કમ મંત્રી, સેટેલાઇટ સર્વે યોજના અને ખેડૂત એમ ત્રણ પક્ષોને સરકાર ખોટા સાબિત કરવા માંગે છે પરંતુ જમીન માપણીની ભૂલ છે એ સરકાર સ્વીકારવા તૈયાર નથી.(૧૨) ગુજરાતના ખેડૂતો, બુદ્ધિજીવી વર્ગ સહિત તમામ જાગૃત નાગરિકોનો એક જ પ્રશ્ન છે કે જમીન માપણીની ભૂલોનો બચાવ કરવા સરકાર ત્રણ ત્રણ પક્ષકારોને સાચા હોવા છતાં તેને ખોટા સાબિત કરવા શા માટે મથામણ કરી રહી છે ?? આ જમીન માપણી રદ્દ ન કરવામાં સરકારનું હિત ક્યાં છુપાયેલું છે
(૧૩)જો ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવે ત્યારે સરકારની સેટેલાઇટ પાક સર્વે ઇમેજ કામ લાગે છે તો જ્યારે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું ત્યારે આ સેટેલાઇટ પાક સર્વે યોજના સરકારશ્રીએ ક્યાં સંઘરીને રાખી મૂકી હતી ? મહોદયશ્રી સરકારશ્રીના ચહેરા પર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્નો કરી રહી છે સરકારે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી રદ્દ કરી પ્રમોલગેશન પહેલાના તમામ ગામના નક્શાઓને અમલમાં મૂકવા જોઈએ અત્યારે સરકારની અનેક યોજનામાં આ જમીન માપણી બાધા બની રહી છે તેમ છતાં સરકાર આ જમીન માપણી શા માટે રદ્દ કરી રહી નથી ??
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
