૧૩૦ માંથી અધધ ૧૪ દર્દીઓને મોઢાના કેન્સરનું થયું નિદાન - At This Time

૧૩૦ માંથી અધધ ૧૪ દર્દીઓને મોઢાના કેન્સરનું થયું નિદાન


*૧૩૦ માંથી અધધ ૧૪ દર્દીઓને મોઢાના કેન્સરનું થયું નિદાન*

*પોરબંદર જીલ્લામાં વ્યસનનું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી માત્ર એક જ કેમ્પમાં કેન્સરનું ચૌકાવનારુ પરિણામ બહાર આવ્યુ:તાલુકા રેડક્રોસ સોસાયટી અને પાયોનીયર ક્લબ તથા ગ્રીન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો કેમ્પ રહ્યો સફળ*

પોરબંદરની જુની મેડીકલ કોલેજ ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો.જેમાં ૧૩૦ માંથી અધધ ૧૪ દર્દીઓને મોઢાના કેન્સરનું નિદાન થયું હતુ.
૧૪ દર્દીઓનું મોઢાના કેન્સરનું થયું નિદાન
પોરબંદરમાં નશાબંધી અને આબકારી ખાતા સહિત સંસ્થાઓ દ્વારા વ્યસન અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે,છતાં વ્યસનીઓ વ્યસનને છોડવા તૈયાર નથી અંતે વ્યસન તેને ખોખલુ કરી નાખે છે,શારીરિક,માનસિક,સામાજિક અને આર્થિક રીતે પાયમાલ કરી દે છે,પોરબંદરમાં સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા કેમ્પમાં ૧૩૦ દર્દીઓમાંથી ૧૪ દર્દીઓનું મોઢાના કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતુ,આ આંકડો કોઈ સામાન્ય આંકડો નથી ચિંતાજનક બાબત છે,ત્યારે રામદેવભાઈ મોઢવાડિયાએ લોકોને વ્યસન છોડવા માટે અપીલ કરી છે.
મેગા મેડિકલ કેમ્પ
પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી અને પાયોનીયર કલબ અને ગ્રીન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરની જુની મેડિકલ કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો.જેમાં પુર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, અમદાવાદના ધારાસભ્ય બાબુભાઈ જમનભાઈ પટેલ, પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા,ધારાસભ્ય બાબુભાઈ પટેલ,કલેકટર ઘાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા પટેલ, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા,પુર્વ નગરપાલિકા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,અશોકભાઈ ભદ્રેચા સુનીલભાઈ ગોહેલ,જીલ્લા મહામંત્રી આવડાભાઈ ઓડેદરા સામંતભાઈ ઓડેદરા કેન્સર રીસર્ચ ટીમ ડો.રાગીણીબેન.વી.હિયર, ડિરેક્ટર વિજયભાઈ શાહ સહિત શહેરના અગ્રણીઓ સામાજિક સંસ્થાઓના પ્રમુખ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા રેડક્રોસના ચેરમેન રામદેભાઈ મોઢવાડીયા,પાયોનીયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા,કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમારના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં જે બાળકો બોલી કે સાંભળી શકતા ન હોય તેવા બાળકોને નવું જીવનદાન રૂપી શ્રવણ સંચાર યંત્ર ૧૦૦ જેટલા બાળકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા,સાથે જ મેગા કેન્સર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોઢાના કેન્સર, મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર, સર્વાઈકલ કેન્સરનું ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, અમદાવાદના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવ્યુ હતુ.જેમાં પોરબંદરવાસીઓએ ખુબ મોટી સંખ્યામાં આ કેમ્પમાં ચેકઅપ કરાવીને લાભ લીધો હતો. ૩૦ થી વધુ મેમોગ્રફી કરવામાં આવી હતી ૧૭૫ થી પણ વધુ દર્દીઓએ કેન્સર અંગેનું ચેકઅપ કરાવ્યુ હતુ,મોઢાના કેન્સર માટે પણ ૧૩૦ થી વધુ લોકોએ ચેકઅપ કરાવ્યુ હતુ,આ મેગા મેડિકલ કેમ્પનો ખુબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને તાલુકા રેડક્રોસ સોસાયટી અને પાયોનીયર કલબના સંયુક્ત ઉપક્રમે થતા સેવાયજ્ઞને લોકોએ બિરદાવ્યુ હતુ, સતત ૧૫ દિવસથી પણ વધુ બન્ને સંસ્થાઓના ટીમ મેમ્બરો અને સ્વયં સેવકોએ આ કેમ્પનો વધુ લાભ લોકો લઈ શકે તેના માટે પ્રચાર-પ્રસાર કર્યો હતો,તેની મહેનત અને લાગણીને પણ સંસ્થાના આગેવાનો દ્વારા બિરદાવી હતી.
આ કેમ્પમાં પોરબંદરના અગ્રણીઓ, ઉધોગપતિઓ,જ્ઞાતિઓ અને સામાજિક સંસ્થાઓના મુખ્ય આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા, પદુભાઈ રાયચુરા,અનિલભાઈ કારીયા,નવઘણભાઈ મોઢવાડીયા જતિનભાઈ હાથી,રાણાભાઈ ઓડેદરા,નવઘણભાઈ મોઢવાડીયા (શક્તિસેના) રમાબેન ભુતિયા,ડો.આશિષભાઈ શેઠ,ડો.રામદેભાઈ મોઢવાડીયા,ડો.જનાદનભાઈ જોશી,ડો.સિદ્ધાર્થસિંહ જાડેજા હિતેષભાઈ ઠકરાર, નલિનભાઈ કાનાણી, રાજેશભાઈ લાખણી, સહ કો-ઓર્ડીનેટર તરીકે નરેશભાઈ થાનકી, વિજયભાઈ ઉનડકટ, પિયુષભાઈ મજીઠીયા, અશોકભાઈ સોની, ઘનશ્યામભાઈ મહેતા, ટીમ મેમ્બરો પ્રતાપભાઈ ઓડેદરા, જયેન્દ્રભાઈ ખુંટી, હાર્દિક તન્ના, મયુર કુહાડા,લીલાભાઈ કુછડીયા, રાજેન્દ્રસિંહ જેઠવા, રામભાઈ આગઠ,લિલાબેન મોતીવરસ, ક્રિષ્નાબેન ઠાકર, દિપ્તીબેન રાયમગીયા,નીલાબેન થાનકી,ચેતનાબેન થાનકી, મીનાબેન કોટીયા,મીનાક્ષીબેન ગજ્જર, ખ્યાતિબેન લોઢારી,સંગીતાબેન મોઢવાડીયા, ડિમ્પલબેન ખુંટી,દિપાબેન ચાવડા,ભારતીબેન પલાણ,મનીષાબેન મોનાણી, સંગીતાબેન અમલાણી, ઉષાબેન ખેતાણી સાથે મોટી સંખ્યામાં સ્વયં સેવકો આ કેમ્પમાં જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image