રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ 1મા નગરપાલિકાની પાણીની પાઇપ લાઇન નહિ નાખવા દેવા આરપારની લડાઈ શરૂ આજે મહિલાઓ ખેડૂતો મજૂરોની જંગી સભા યોજી
રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ 1મા નગરપાલિકાની પાણીની પાઇપ લાઇન નહિ નાખવા દેવા આરપારની લડાઈ શરૂ આજે મહિલાઓ ખેડૂતો મજૂરોની જંગી સભા યોજી
ખેડૂત નેતા રાજુ કરપડાએ તંત્રને ખુલો પડકાર ફેંકી કહ્યું અમે જાહેરનામનો ભંગ કર્યો ગુન્હો નોંધવો હોય તો નોંધી દેજો
આ પાણીની લાઇન નાખવા અમે નહી દઈએ જરૂર પડશે તો ડેમમાં ડુબકી મારીશું- રાજુ કરપડા
અમને તંત્ર રાતે દબાવવા આવ્યું ઘરે ઘરે માયક ફેરવ્યા અને જાહેરનામું છે ભેગા નહિ થતા આવું કરી દબાવવાનો પ્રયાસ કર્યો- દિલીપ સોજીત્રા
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતવરડી ડેમ(1) 1972માં ખેડૂતો માટે સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો અગાવ રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને પાણી આપવામાં અહીંથી આવ્યું હતું ફરીવાર નગરપાલિકાને પાણી આપવા માટે પાણીની પાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ચાલતી હોવાથી ખેડૂતોએઆજે વિરોધનો વંટોળ શરૂ કરી મોરચો માંડયો છે અહીં ડેમ નીચે આવતા 13 ગામડાના ખેડૂતોની પગલાં સિમિતી દ્વારા નગરપાલિકાની પાઇપ નહિ નાખવા દેવા વિરોધ નોંધાવી નગરપાલિકા પ્રાંત અધિકારીને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી થોડા દિવસો પહેલા પ્રાંત અધિકારી અને ખેડૂતો વચ્ચે બેઠક મળી હતી પરંતુ આ બેઠક નિષફળ નિવડી હતી ફરીવાર આજે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધારનાથ મહાદેવ મંદિર ખાતે કિસાન નેતા રાજુ કરપડાની આગેવાની સાથે જંગી સભા યોજી જેમાં મહિલાઓ ખેત મજૂરો ખેડૂતોને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભરી ભરી ઉમટી પડ્યા હતા અને તંત્રને સભામાં આડેહાથ લીધા હતા ત્યારબાદ વિશાળ સભા રેલી અને પ્રાંત અધિકારીને અવેદન પત્ર આપવામા આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
તહેવારને લઈ અધિક કલેક્ટરનું જાહેરનામું શરૂ છે
હાલમાં અમરેલી અધિક કલેક્ટરનું જાહેરનામું શરૂ છે જેમાં સરઘસ સભા રેલી મયક મંજૂરી વગર વગાડી શકાય નહીં તે માટે મોડી રાતે મામલતદારની ટીમ દ્વારા ધારેશ્વર ગામમાં પોહચી માયક મારફતે જાહેરનામા અંગે માહિતીઓ જાહેર કરી અને જાહેરનામાની કોપી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.
સોશ્યલ મીડિયામાં મોડી રાતે વીડિયો વાયરલ કર્યા
ગઈ કાલે બપોરે ધારેશ્વર ગામના ખેડૂત આગેવાન દિલીપ સોજીત્રાએ ચીંચાઈ કેનાલ પાસે ઉભા રહી વીડિયો જાહેર કરતા કહ્યું ધાતવરડી ડેમ એક પગલાં સમિતિ આયોજિત 13 ગામડાના લોકોએ ઉપસ્થિત રહેવા આહવાન કરતા સામે ચીફ ઓફિસર અને તંત્ર દ્વારા કાર્યક્રમ બંધ રાખવા માટેનો પ્રયાસ કર્યો હતો અગાવનું જુના જાહેરનામાની નકલ ધારેશ્વર તલાટી મંત્રી સહિત આસપાસના ગામડાઓને રાતે બજવણી કરી માયક મારફતે નિયમો સંભળાવ્યા જેના કારણે ખેડૂતોમાં વધુ રોશ જોવા મળ્યો હતો.
રાજુલા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીએ વીડિયો જાહેર કરતા કહ્યું કેટલાક અસામાજિક ઈસમો દ્વારા રાજુલા તાલુકાના ખેડૂતોમાં ખોટી અફવાઓ ફેલાવી છે આવા ઈસમો દ્વારા એવી અફવા ફેલાવી છે નગરપાલિકાની પાઇપ લાઇન નાખવાના કારણે ચીંચાઈને મળતું પાણી બંધ થશે આ તદ્દન વાત ખોટી છે ખેડૂતોમાં ભય ફેલાવવામાં આવી છે ખેડૂતોને માંગણી મુજબ પાણી મળતું રહેશે અને નગરપાલિકાની નવી લાઇન નાખવાની છે ખેડૂતોના હકનું પાણી છીનવાશે નહિ શાંતિપૂર્ણ અમે સાચી હકીકત સમજાવવા અપીલ કર્યે છીએ રાજુલા જાફરાબાદ બંને નગરપાલિકાને મંજૂરીઓ મળી છે.આમ છતાં આ કામગીરીમાં કોઈ ઈસમો દ્વારા આ કામગીરીમાં અડસણરૂપ બનશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે.
સભામાં ચીફ ઓફિસર સામે ખેડૂતોએ રોષ વ્યકત કર્યો
ધારેશ્વર સભામાં ખેડૂતોએ ચીફ ઓફીસરના વિડીયોને લઈ વિવાદ સર્જાયો હતો અને ખેડૂતોએ રીતસર મહિલા ચીફ ઓફીસરને ઉધડા લીધા અને માફી માંગે તેવી માંગણી કરી હતી ઉપરાંત ખેડૂતોએ આવેદન પત્ર આપતી વખતે મામલતદારને ચીફ ઓફીસર સામે પગલા ભરવા પણ રજૂઆતો કરી
સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ કહ્યું રાજુલા તાલુકાના 13 ગામડાના ખેડૂત સમિતિ દ્વારા ધાતરવડી ડેમ જે 1972માં ખેડૂતોના શ્રમદાન થી ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે 1972માં એ માટે બનેલો છે ત્યારબાદ રાજુલા વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હતો એટલે રાજુલાને પાણી આપવા માટે એક પાઇપ લાઇન નાખવામાં આવી હતી પરિસ્થિતિ એવી થઈ ત્યારબાદ અનેક વખત રાજુલા જાફરાબાદ વિસ્તારના પાણીના બાહના હેઠળ જરૂરિયાત કરતા વધુ અનેકગણું પાણી લઈ જવામાં આવે છે ખેડૂતોને ચીંચાઈ નું પાણી ઘટે છે આવો પ્રશ્નન હોવા છતાં અમુક મળતીયાના લાભ મળે તે માટે ત્રીજી લાઇન નાખવા માટેનો પ્રયાસ કરે છે ખેડૂતોની મુખ્ય માંગ એ છે ડેમ માંથી પાણી લઈ જવામાં આવે તેનો હિસાબ આપવામાં આવે સપાટીમાં વધારો કરવામાં આવે નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે તેવી માંગણી કોઈ કંપનીને પાણી આપવાનો પ્રયાસ થશે તો ખેડૂતોએ મન બનાવી લીધું છે લડવા માટે પરિવાર સાથે આહુતી આપવા તૈયાર છે.
ધારેશ્વર ગામના ખેડૂત અગ્રણી દિલીપભાઈ સોજીત્રા ધાતરવડી ડેમ 1 1972માં બન્યો ખેડૂતોની ચીંચાઈ યોજનાનો ડેમ છે દુષ્કાળ પડ્યો હતો એટલે અગાવ રાજુલને પાણી આપ્યું હતું આપણા ભાઈ દીકરા પીવે તે માટે પાણી આપ્યું હતું નગરપાલિકાનો ડેમ નથી છતાં લઈ જાય છે અમને ડરાવવા અને ધમકાવવા માટેનો પ્રયાસ કર્યો હતો અમને દબાવીને પાણી લઈ જવાનો શા માટે પ્રયાસ કરે છે? મીટર નથી મૂક્યું અમને ડરાવી લઈ જાય છે હવે અમે પણ ભણીયા છીએ ચીફ ઓફિસર અમને ખેડૂતોને અસામાજિક તત્વો કહે છે ચીફ ઓફિસર માફી માંગી લે નહિતર તેની સામે પણ આંદોલન કરીશુ અમે શુ ગુન્હેગારો છીએ ચીફ ઓફીસરએ વીડિયો મૂકી અસામાજિક તત્વો કીધાં આ બેન એ અગાવ શુ કામ કેવા કર્યા ઇ અમારે ખોલવાની જરૂર પડે ઇ પેલા માફી માંગી લે તો સારું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
