રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા જન્મ-મરણ પ્રમાણપત્રના દરમાં વધારો.
રાજકોટ શહેર તા.૨૯/૩/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૫ અમલમાં લાવવા સારૂ તા.૨૭/૨/૨૦૨૫ના ગુજરાત સરકારના રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ છે. અને આ સુધારો ગત તા.૨૭/૨/૨૦૨૫થી અમલમાં આવેલ છે. સુધારા અનુસાર નિયમ ૫ મુજબ (1) અગાઉ કોઇ મોડી નોંધણી (૨૧ દિવસ થી વધુ) અર્થેની ફી રૂ.૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૨૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી (1 માસ થી 1 વર્ષ) અર્થેની ફી રૂ.૫.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૫૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી (1 વર્ષ થી વધુ) અર્થેની ફી રૂ.૧૦.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૧૦૦.૦૦ કરવામાં આવેલ છે. સુધારા અનુસાર નિયમ ૧૩ મુજબ (2) અગાઉ કોઇ રેકર્ડ ની શોધાઇ અર્થેની ફી રૂ.૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૨૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડ ની વધારાના વર્ષની શોધાઇ અર્થેની ફી રૂ.૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૨૦.૦૦ કરવામાં આવેલ છે. કોઇ જન્મ કે મરણના પ્રમાણપત્ર મેળવવા અર્થેની ફી રૂ.૫.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૫૦.૦૦ કરવામાં આવેલ છે. સુધારા અનુસાર નિયમ ૧૬ મુજબ (3) આ નિયમના પેટા નિયમ (૧), (2) અને (૩) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ.૨૫.૦૦ હતી તે વધારીને રૂ.૨૫૦.૦૦ કરેલ છે. આ નિયમના પેટા નિયમ (૪) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ.૧૦.૦૦ હતી તે વધારીને રૂ.૧૦૦.૦૦ કરેલ છે. ઉપરોક્ત વિગતના રાજ્ય સરકારના સુધારેલ નિયમો અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ ફી વધારો અમલ કરવો જરૂરી હોઈ આગામી તા.૧/૪/૨૦૨૫ થી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ ફી વધારો અમલ માં મૂકવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
