ધનસુરા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનોવાર્ષિકોત્સવ યોજાયો
ધનસુરા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ ધનસુરા કેળવણી મંડળના પ્રમુખશ્રી કાંતિભાઈ એસ પટેલના અધ્યક્ષ સ્થાને તા. 28મી માર્ચના રોજ સાંજે હાઈ સ્કૂલના પટાગંણમાં યોજાઈ ગયો.જેમાં પંદર સો કરતા વધુ જનમેદની કાર્યક્રમને માણવા ઉપસ્થિત રહી હતી.આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે શ્રી જયંતિભાઈ શામજીભાઈ ભાવાણી, વડાગામ તથા મુખ્ય મહેમાન તરીકે આકરૂંદ કેળવણી મંડળના પૂર્વમંત્રીશ્રી અને નારણપુરા પંચાયતના પૂર્વ સરપંચ શ્રી નરશીદાસ નારણભાઈ પટેલ, અતિથિ તરીકે ધનસુરા ગ્રામ પંચાયતના સદસ્યા કલ્પનાબેન ગીરીશભાઈ વણકર ઉપસ્થિત રહ્યા હતા. ધનસુરા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ ઠેકડી, મેજર વી.એમ.પટેલ તથા મંત્રીશ્રીઓમાં શ્રી ગોવિંદભાઈ પટેલ શ્રી ધીરુભાઈ પટેલ. શ્રી ભાવેશભાઈ શાહ. શ્રી કિરીટભાઈ શાહ,એન એલ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી જે . એસ.મહેતા હાઈસ્કૂલના આચાર્યશ્રી પી.આર દેસાઈ એ સૌનું શાબ્દિક સ્વાગત અભિવાદન કર્યું હતું ત્યારબાદ ઉદ્ઘાટક અને દાતાશ્રી જયંતિભાઈ ભાવાણીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો, કે પછી આકાર શિશુવિહાર, જે.એસ.મહેતા હાઇસ્કુલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, શ્રી આર.એસ વી જી પટેલ ગર્લ્સ હાઇસ્કુલ, તેમજ શ્રી જે.એસ. મહેતા હાઇસ્કુલ અને કે.જે. મહેતા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા વિવિધ પ્રેરક થીમ પર આધારિત રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતાનામાં રહેલી અભિનય કલાને ઉજાગર કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. ઉપસ્થિત સૌએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અંતે શું પ્રત્યે આભારની લાગણી શ્રી આર.એસ વી જી પટેલ ગર્લ્સ સ્કૂલના આચાર્યા બેનશ્રી દક્ષાબેન પટેલે વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે. એસ. મહેતા હાઈસ્કૂલના સુપરવાઇઝર ડૉ.અશોકભાઈ પટેલ એ કર્યું હતું
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
