વાગરા: પોલીસની સઘન કામગીરી : ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ કરાઈ - At This Time

વાગરા: પોલીસની સઘન કામગીરી : ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ કરાઈ


ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે. વસ્ત્રાલપુરની ઘટના પછી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાગરા પોલીસે નગરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી. પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી ફુલતરિયાનાઓની હાજરીમાં પોલીસ જવાનોએ વાહન ચેકિંગ કર્યું હતું. સાથેજ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી દારૂ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો.

રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image