આજે રાજકોટવાસીઓ રંગે રંગાઇ ધુળેટી મનાવશે
રાજકોટની સદર બજાર, ગુંદાવાડી સહિતની બજારમાં ગુરુવારે બપોરથી ધુળેટી પર્વની છેલ્લી ઘડીએ ખરીદી નીકળી હતી. રાત્રીના 12 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકો કલર, પિચકારી અને ફુગ્ગાની ખરીદી કરવા માટે ઊમટી પડ્યા હતા. આ વર્ષે વોટરટેન્ક, ગન અને વિવિધ આકારવાળી પિચકારીઓની ડિમાન્ડ વધુ રહી છે. નાના બાળકોમાં ખાસ કાર્ટૂનવાળી પિચકારીઓનું આકર્ષણ વધુ રહ્યું છે. આજે રાજકોટવાસીઓ મનભરીને રંગે રંગાશે. શહેરના વિવિધ પાર્ટી પ્લોટ, રિસોર્ટ અને ઓપન રેસ્ટોરન્ટમાં ધુળેટી ઉજવણીના આયોજન થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
