સાણંદમાં શાંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ : સાણંદ
તા.13 માર્ચના રોજ હોળી - ધૂળેટીના તહેવાર તેમજ હાલમાં ચાલી રહેલ પવિત્ર રમજાન માસ ને લઈને નાયબ પોલીસ અધિક્ષક શ્રી નીલમ ગોસ્વામી સાણંદ વિભાગ નાઓ ની અધ્યક્ષતામાં વિરોચનનગર ગામ ખાતે સર્વ સમાજના લોકોનો લોક દરબાર તથા શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. બંને સમાજના આગેવાનોને આ તહેવારો શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાથી ઉજવણી માટે અપીલ કરી હતી.
કોમી એકતા જાળવી રાખવા અને તહેવારને શાંતિમય વાતાવરણમાં ઉજવવા માટે ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠક દ્વારા સમાજમાં શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત એનડીપીએસ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ વગેરે બાબતે કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલા તેમજ પોલીસ સ્ટાફ, સરપંચ આરીફખાન પઠાણ & હિતેશસિંહ બારડ ઉપસરપંચ અસલમખાન, પૂર્વ સરપંચ અનવરખાન , ગ્રામજનો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર.ઝાલા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા વિરચનનગર, દોદર, છારોડી, કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વિઝીટ તેમજ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
.. ક્રાઈમ રિપોર્ટર ફઝલખાન પઠાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ સાણંદ અમદાવાદ
..
9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે
