*સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આઝાદ ચોકમાં થઈ હોળીની ધામધૂમથી ઉજવણી* - At This Time

*સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આઝાદ ચોકમાં થઈ હોળીની ધામધૂમથી ઉજવણી*


◼️ થાનગઢ (જિલ્લો સુરેન્દ્રનગર): હોલિકા દહન જેનો અનુવાદ સંસ્કૃતમાં 'હોલીકા દહનમ' અથવા 'છોટી હોળી'માં થાય છે , તે એક સનાતની ભારતીય તહેવાર છે જેમાં રાક્ષસી, હોળીકાના દહનની ઉજવણી માટે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આ ધાર્મિક વિધિ અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. દંતકથા અનુસાર, હોલિકા હિરણ્યકશ્યપની બહેન હતી, જેને એક વરદાન મળ્યું હતું જેના કારણે તે અગ્નિથી અભેદ્ય બની ગઈ હતી. ત્યારબાદ તેણીએ તેના ભત્રીજા પ્રહલાદને અગ્નિમાં પોતાના ખોળામાં મૂકીને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. જોકે, તેણી અગ્નિમાં દહન થઈ હતી જ્યારે પ્રહલાદને આગમાંથી બચી ગયો હતો. પ્રત્યેક વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ફાગણ સુદ પૂનમની રાત્રે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામા આવે છે, જે પરંપરા જાળવી આ વર્ષે પણ તહેવાર એટલા જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. થાનગઢના આઝાદ ચોકમાં ઘણા વર્ષોથી હોળીને વિધિપૂર્વક પ્રગટાવવામાં આવે છે. લોકો ધાણી, ખજૂર, દાળિયા અને શ્રીફળ જેવી સામગ્રી હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં હોમે છે.‌ નવા લગ્નથી જોડાયેલા વરઘોડિયા અને નાના બાળકોને વરરાજા બનાવીને ઢોલ વગાડીને હોળીના દર્શન કરાવવામાં આવે છે. લોકો ઘોડેસવારી કરીને પણ દર્શન કરવા આવે છે. હોલિકા દહનનો પવિત્ર અગ્નિ તમારા અને તમારા પરિવારના જીવનમાંથી તમામ અંધકાર, નિષ્ફળતા, ઉદાસી, અશાંતિને દૂર કરે અને આશા, સફળતા, સુખ, શાંતિ, આનંદ, ધન, સંપત્તિ અને સમૃદ્ધિની નવી સવાર લાવે. હોળીની પવિત્ર અગ્નિમાં સૌ સમસ્યાઓનું દહન થાય તેમજ હોળિકાદહનની પવિત્ર અગ્નિ સૌના જીવનને સકારાત્મકતા અને ખુશીઓથી પ્રકાશિત કરે એવી પ્રાર્થના સાથે થાનગઢની ધર્મપ્રેમી જનતા હોલિકા દર્શન કરીને ધન્ય બને તેવી શુભકામનાઓ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image