શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોત્સવની થઈ ઉજવણી - At This Time

શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોત્સવની થઈ ઉજવણી


શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોત્સવની થઈ ઉજવણી કરાઇ ગઢડા તાલુકાની શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સૌ પ્રથમ શિક્ષકો દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારનું પૌરાણિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું તથા દરેક વિદ્યાર્થીઓને કેમિકલ વગરના કલર દ્વારા ધુળેટી રમવા સમજાવવામાં આવ્યા હતા.
ધૂળેટીના પર્વ નિમિત્તે શાળાના બાળકોએ એકબીજા પર વિવિધ રંગો તેમજ કેસૂડાનું પાણી છાટીને હોળી ધૂળેટીની ઉજવણી કરી હતી.આ રંગોત્સવમાં શાળાના બાળકો સાથે શિક્ષકો પણ જોડાયા હતાં તથા શિક્ષકો દ્વારા તમામ બાળકોને ધૂળેટીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image