ધંધુકામાં સૂર્યલોક સોસાયટી, ધર્મનગર અને વલ્લભાચાર્યમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી
ધંધુકામાં સૂર્યલોક સોસાયટી, ધર્મનગર અને વલ્લભાચાર્યમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં સૂર્યલોક સોસાયટી, ધર્મનગર અને વલ્લભાચાર્ય વિસ્તારમાં અનેક વર્ષોથી પરંપરાગત રીતે હોળી પ્રગટાવવાની પ્રથાને જીવંત રાખવામાં આવી રહી છે. આ તહેવારમાં સ્થાનિક રહેવાસી ઓ, નાના-મોટા ભાઈઓ તથા બહેનો ઉમંગભેર ભાગ લે છે.
ધર્મ પ્રેમીજનોએ ખજૂર, ધાણી અને શ્રીફળ ચડાવી દર્શન કર્યા
હોળી પ્રગટાવ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખાસ દર્શન માટે ઉમટી પડે છે. પરંપરા મુજબ, ભાવિક ભાઈઓ-બહેનો ખજૂર, ધાણી અને શ્રીફળ લઈ આવે છે અને હોળીને અર્પણ કરે છે. આ પવિત્ર પ્રસંગે પૂજન વિધિ બાદ શ્રીફળ અને ધાણીનું દહન કરવામાં આવે છે, જે વિઘ્નોનું નાશ કરે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે તેવી માન્યતા છે.
નવપરિણીત દંપતીઓએ પણ હોળીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા
આ પ્રાચીન પરંપરાના એક ભાગ રૂપે, નવા પરણેલા દંપતીઓ પણ હોળીના દર્શન માટે વિશેષ રૂપે પધારે છે. તેઓ મંદિરમાં પ્રાર્થના કરી, વૃદ્ધો અને સ્નેહીજનોનો આશીર્વાદ લે છે. આ ઉપરાંત, યુવાધન અને બાળકોમાં પણ હોળી પ્રગટાવાની આ પરંપરાને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો.
આ હર્ષોલ્લા સમય પર્વે સમગ્ર વિસ્તાર આનંદ અને ભક્તિભર માં તરબોળ થઈ ગયો હતો. શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાયેલા આ તહેવારમાં લોકોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો અને હોળીના ઉજ્જવળ જ્યોત સાથે પોતાના જીવનમાં નવી શરૂઆત માટે પ્રાર્થના કરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
