બરડામાં કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો!!!!
"મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીકના બતાવો!!! “ગ્રીષ્મ ઋતુની આલબેલ અને ટકોરા ટાણે આકરા તાપ અને ગરમી વચ્ચે જીવાતા મનુષ્ય જીવનમાં નાસીપાસ માણસને નિરાશા અને હતાશાનો પરિત્યાગ કરી ખીલી ઉઠવાનો નવસંચાર આપતો સંદેશ કેસુડાનું વૃક્ષ આપી જાય છે.તહેવારોની ઉજવણીની પરિભાષા અને પરંપરામાં આધુનિકયુગમાં આવેલા વ્યાપક પરિવર્તન વચ્ચે કેસુડાના વૃક્ષ અને પર્યાવરણના મહિમાનું શિક્ષણ નવી પેઢી માટે આવશ્યક બની રહે છે.માર્ચ મહિનામાં જ હવામાન વિભાગે હિટવેવની આગાહીથી ચિંતા મુક્ત કેસુડાનું વૃક્ષ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને પ્રબોધેલ “સ્થિતપ્રજ્ઞ 'નો સંદેશ પણ પરોક્ષ રીતે રજુ કરી જાય છે. પ્રસ્તુત તસ્વીર પોરબંદરના બરડા ડુંગરની છે કે જયાં ખાખરાના વૃક્ષોમાં કસુડાના ફૂલ ખીલી ઉઠયા છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
