ઉદ્યોગનગર પોલીસ દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલા પોલીસ કર્મચારીઓને મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવી.
મહિલા પોલીસ સ્ટેશન તથા સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ખીજડી પ્લોટ સત્યનારાયણ મંદીર ખાતે મહિલા સેમિનાર પણ યોજયો હતો.
ગોસા(ઘેડ) તા.૦૯/૦૩/૨૦૨૫
આજની નારી પણ પુરુષ સમોવડી બની સરકારી ડિપાર્ટમેન્ટમાં વિવિધ જગ્યાઓમાં ઉચ્ચ હોદા પર નોકરીઓમાં અને રાજકીય રીતે અનેક હોદ્દાઓ પર બીરાજમાન છે. ત્યારે પો.ઇન્સ.વી.કે.ગોલવેલકર તથા પો. સબ.ઇન્સ કે. એમ.સૈયદ તથા પો.સબ.ઇન્સ એસ.આર. ચાવડા સાથે રહી ૮મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા પોલીસ સ્ટેશન તથા ઉધ્યોગનગર માં ફરજ બજાવતાં મહિલા પોલીસ કર્મચારીઓએ પોલીસ ખાતા માં મહત્વના યોગદાન આપવા બદલ મીઠાઈઓ આપી શુભેચ્છાઓ પાઠવી પાઠવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જુનાગઢ રેંજના આઇજીપી નિલેશ જાજડીયા નાઓ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્ય વી. નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ઋતુ રાબાનાઓ ના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ પોરબંદર જિલ્લા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી અધિકારીઓ ને મીઠાઈ અર્પણ કરી શુભેચ્છા પાઠવવા અનુરોધ કરવામાં આવેલ.
જે અંતર્ગત ૮મી માર્ચે ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા અધિકારી કર્મચારીઓ માટેનો શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવેલ અને તમામ મહિલા અધિકારી/ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી તેમના દ્વારા પોલીસ ખાતામાં મહત્વનું યોગદાન આપવા બદલ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવેલ હતાં.
આવી રીતે મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર ના પો.ઇન્સ.વી.કે. ગોલવેલકર તથા પો.સબ. ઇન્સ કે. એમ.સૈયદ તથા મહિલા પોસ્ટે ના સ્ટાફ તથા સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના નિમિષાબેન જોશી (જીલ્લા નારી સુરક્ષા સમીતી સભ્ય) તથા તેના સ્ટાફના સંયુક્ત ઉપક્રમે ખીજડી પ્લોટ સત્ય નારાયણ મંદીર ખાતે મહિલાઓ આત્મનીર્ભય બને એ હેતુ થી મહિલા દિન નીમીતે ‘’આજકી નારી સબપર ભારી’’ જેવા સાર્થક સુત્ર સાથે મહિલા સંમેલનનું યોજાયું હતું. જેમાં અંદાજીત ૫૦૦ મહિલાઓ ઉપસ્થિતિ રહી હતી અને તેઓને કાયદાકીય માર્ગદર્શન તેમજ સુરક્ષા સબંધે મહિલા પોલિસ સ્ટેશનની મદદ તથા 181મહિલા હેલ્પલાઇન વિશે માહિતગાર કરેલ આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોલીસ સ્ટાફ તરફથી પણ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
