કમલાબાગ પોલીસે આંતરરાષ્ટીય મહિલા દિવસ નિમિતે મહિલા પોલીસ કર્મચારીઓને મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવી - At This Time

કમલાબાગ પોલીસે આંતરરાષ્ટીય મહિલા દિવસ નિમિતે મહિલા પોલીસ કર્મચારીઓને મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવી


ગોસા(ઘેડ) તા. ૦૮/૦૩/૨૦૨૫
આજે સમગ્ર ભારત ભર સહિત ગુજરાત રાજય ના જિલ્લાઓમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

ત્યારે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ના અધિકારી / કર્મચારીઓ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ માં મહત્વનું યોગદાન આપવા બદલ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિતે એકબીજા મહિલાઓને મીઠાઈઓ આપી મહિલા દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત રાજયના ડી.જી.પી. વિકાશ સહાયનાઓ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના કમિશનરશ્રીઓ તથા તમામ રેંજના વડાશ્રીઓ ને તથા તમામ પોલીસ અધિકક્ષકશ્રીનાઓને તથા તમામ સેનાપતિઓને "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે" મહિલા કર્મચારીઓના પોલીસ ખાતામાં મહત્વનું યોગદાન આપવા બદલ તાબાના મહિલા અધિકારી/કર્મચારીઓને શુભેચ્છા પાઠવવા હુકમ કરવામાં આવેલ છે.

જે અન્વયે જુનાગઢ રેંજના આઇજીપી નિલેશ જાજડીયા નાઓ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્ય વી. નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ઋતુ રાબાનાઓ ના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ પોરબંદર જિલ્લા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી અધિકારીઓ ને મીઠાઈ અર્પણ કરી શુભેચ્છા પાઠવવા અનુરોધ કરવામાં આવેલ.

જે અંતર્ગત આજે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા અધિકારી કર્મચારીઓ માટેનો શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવેલ અને તમામ મહિલા અધિકારી / કર્મચારીઓને મીઠાઈ ખવડાવી તેમના દ્વારા પોલીસ ખાતામાં મહત્વનું યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવવામાં આવેલ હતાં.

આ પ્રસંગે મહિલા સશક્તિ કરણ લગત અન્ય સર્ચાઓ કરવામાં આવેલ જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે મોટામાં મોટી વિસ્તાર ધરાવતી ચોકી કે જેના ઇન્ચાર્જ મહિલા પોલીસ સબ ઇન્સ્પે ક્ટર ડી.એમ. ભોળા તથા સીટીની મધ્યમાં આવેલ પોલીસ સ્ટેશન ચોકીના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પે ક્ટર કે.જે બલદાણીયા તથા સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા વુમન પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન ગીજુભાઈ એમ.ઓ.બી. શાખામાં ફરજ બજાવતા રસીલાબેન તેજાભાઈ, ક્રાઈમ શાખામાં ફરજ બજાવતા અશ્વિનાબેન મથુરભાઈ, ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફરજ બજાવતા કિરણબેન ભુપતભાઈ,પી. એસ.ઓમાં ફરજ બજાવતા સવિતાબેન રણમલભાઈ, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા રમાબેન નથુભાઈ, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર હેતલબેન હરિક્રિષ્ના વિગેરે મહિલા પોલીસ સ્ટેશનમાં અધિકારી કર્મચારીઓને ગુજરાત પોલીસમાં પોતાની ફરજ નિષ્ઠા થકી સમાજ માટે સેવા આપનાર નારી શક્તિને વંદન સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ ના સંદેશા સાથે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને " નારી તું શક્તિ, નારી તું નારાયણ, જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે. " એ પંક્તિ ને અનુરૂપ કમલાબાગ પોલીસ સ્ટેશન તરફથી તમામ મહિલાઓને અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે શુભેચ્છા પાઠવવામાં આવેલ

રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image