ડૉ.વી.આર.ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયાના ૮૫મા જન્મ દિનની ભવ્ય ઉજવણી
જીવનમાં પ્રગતિ કરવા સમયને વેસ્ટ નહિ પણ ઇનવેસ્ટ કરો ::ડૉ. વિરમભાઈ ગોઢાણીયા
આર્યસમાજ દ્વારા” સતાયુ વૈદિક યજ્ઞ, “ લાખોના ખર્ચે નવનિર્મિત કોર્ડિંગ લેબ, ગોઢાણીયા મહિલા કોલેજ વેબસાઈટ બાઝાર ડોટકમ, રિસર્ચ ઈન પ્રેક્ટિસ પ્રકલ્પોનું થયુ લોકાર્પણ:
ગોસા(ઘેડ) : પોરબંદર ખાતે આવેલી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સંચાલિત શિક્ષણ , શિસ્ત અને સંસ્કાર ઘડતમાં છેલ્લા સાડત્રીસ વર્ષથી જીલ્લામાં અનોખું સ્થાન ધરાવતી અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના ચાર જિલ્લા માં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ અને જૂનાગઢ ની કુલ આશરે ૧૬૭ કોલેજમાં થી રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા નેક (હેડ કર્વાટર બેંગલોર) દ્વારા એ ગ્રેડ ધરાવનાર પોરબંદર ની ડો વી. આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે ૮૫ વર્ષની ઉંમરે યાદશક્તિ, નિર્ણય શક્તિ અને કાર્ય શક્તિ એ તેઓના વ્યક્તિત્વની આગવી ઓળખ ધરાવતા ટ્રસ્ટનાં પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયાનાં ૮૫મા જન્મ દિન ની ઉજવણીનું ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ પરિવાર દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામા આવેલ હતું.
પોરબંદર ખાતે સમગ્ર ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ પરિવારનાં ઉપક્રમે અને ગોઢાણીયા મહિલા કોલેજ દ્વારા કોલેજના ભરત મ્યુનિ રંગ મંચ ખાતે ટ્રસ્ટનાં પ્રમુખ ડો વિરમભાઇ ગોઢાણીયાનાં ૮૫માં જન્મદિન ઉજવણીનાં અવસરે વિદ્યાર્થીનીઓ દ્વારા વેદ મંત્રોચારથી શરૂઆત થઈ હતી.
પોરબંદર ગોઢાણીયા મહિલા કોલેજ પ્રિન્સીપાલ ડો. કેતન ભાઇ શાહએ સંકુલની છત્રીસ વર્ષની શિક્ષણ યાત્રાની વિકાસ ગાથા ટ્રસ્ટના પ્રમુખ ડૉ વિરમભાઈ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડીયા નું વિઝન અને મિશન જણાવી સૌને આવકાર્યા હતાં.
ડૉ વિરમભાઈ ગોઢાણીયાના ૮૫માં જન્મ દિન ઉજવણી કાર્યક્રમાં ટ્રસ્ટી શ્રીમતિ જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા,ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા, એકેડમિક ટ્રસ્ટી ડૉ હિનાબેન ઓડેદરા, શ્રીમતિ મંજુબેન ભરતભાઈ વિસાણા,ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેક્ટર અને કેળવણીકાર ડૉ ઈશ્વરભાઈ ભરડા, શ્રીમતિ જયશ્રીબેન વી ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવના બેન અટારા સહીતના મહાનુભાવોની ઉપસ્થિતમાં ટ્રષ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડૉ વિરમભાઈ ગોઢાણીયા એ જન્મ દિન નિમિતે બર્થડે કેક કાપીને છાત્રો અને સકુલ પરિવારને સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો યુગ ડીઝીટલ ટેક્નોલોજી નૉ યુગ છે ત્યારે વૈશ્વિક બદલાતા પ્રવાહો સાથેઆપણે કદમ મિલાવીને આપણી જાતને અપગ્રેડ કરવી પડશે બદલાતા આ ટેક્નોલોજી ના યુગમાં આપણામાં બદલાવ નહિ લાવીએ તો આપણે શાક્ષર હોવા છતાં ડીઝીટિલ યુગમાં નિરક્ષર ગણાશું આપણે જે સમય મળ્યો છે તેને વેષ્ટ ન કરતા સમયને ઈન્વેસ્ટ કરવાનું જણાવીને તેમના સાડત્રીસ વર્ષના જીવના સ્મરણો વાગોળી અભિવાદન કરવા બદલ ઋણ સ્વીકાર કર્યોં હતો
જન્મ દિન ઉજવણી ના પ્રારંભમાં પોરબંદર ની યોગા કોલેજ ના કોર્ડિંનેટર જીવા ભાઈ ખૂંટી, આર્ય સમાજના પ્રમુખ ધનજી ભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગી, ગગન ભાઈ કુહાડા એ વૈદિક યજ્ઞ કરાવી સતાયું ની શુભ કામના પાઠવી હતી.
ગોઢાણીયા ઈંગીલશ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવનાબેન અટારાના માર્ગદર્શન હેઠળ કોલેજના પરિસરમાં જન્મ દિવસના આવકાર કાર્યક્રમમાં નાના બાળકો સાથે હેપ્પી બર્થ ડેના ગીતો ગાઈ હવામાં રંગીન ફુગાઓ સાથે ડૉ. વિરમભાઈ ગોઢાણીયા ઉપર ગુલાબ પુસ્પોની વર્ષા થઈ હતી . જયારે નાના ભૂલકા ઓએ શુભેચ્છાઓ કાર્ડ આપી ને આવકાર્યા હતાં.
જન્મ દિન નિમિતે સંકુલ પરિવાર ના વીશ જેટલાં સકુલનાડિપાર્ટમેન્ટ ના પ્રિન્સિપાલએ ચોપડી અને તેમના સ્ટાફ દ્વારા બુકે આપી સન્માનિત કરાયા હતાં. કોલેજના છાત્રો એ આવકાર ગરબા પ્રસ્તુત કર્યા અને મહિલા કોલેજના છાત્રો દ્વારા ડૉ વીરમભાઈને રેખાકન ફોટો અર્પણ કરાયો હતો.
આ તકે મહિલા કૉલેજ દ્વારા આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ નાં ૨૧મી સદીનાં આધુનિક યુગ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નાં સંદર્ભે છેલ્લા છત્રિસ વર્ષથી ભણાવવા મા આવતી જુની પદ્ધતિ ની જગ્યાએ નૂતન શિક્ષણ પદ્ધતિ મા બદલાવ લાવવા માટે લાખો રૂપિયા નાં ખર્ચ નવનિર્મિત કોડિંગ લેબ, ગોઢાણીયા મહિલા કોલેજ વેબસાઈટ બાઝાર ડોટકોમ, રિસર્ચ ઈન પ્રેક્ટિસ પ્રકલ્પોનું ટ્રસ્ટ નાં પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ ગોઢાણીયા નાં હસ્ત્તે લોકાર્પણ કરવામાં મા આવેલ હતુ.
આ ઉપરાંત ગોઢાણીયા કન્યા છાત્રાલયમાં શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયાનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ નવનિર્મિત રસોઈ ઘરનું પણ લોકાપર્ણ કરાયું હતું.
સમગ્ર કાર્ય કર્મનું સંચાલન પ્રોફેસર ડો જાનકી બેન કોટેચા તથા પ્રોફેસર ડો કાજલ બેન ખૂંટી અને આભાર વિધિ મહિલા કોલેજના સિનિયર પ્રોફેસર ડો.એમ.એન. વાઘેલાએ કરી હતી.
આ જન્મોત્સવ ઉજવણી મા ગોઢાણીયા શૈ ક્ષણિક સંકુલ નાં પ્રિન્સીપાલ , ડીપાર્ટમેન્ટનાં હેડ અને પ્રોફેસરો તેમજ ડો.ધવલ ભાઇ ખેર, યસભાઇ દાસાણી, દેવર્ષિબેન વિસાંણાં,કાંધલભાઇ જાડેજા,નિયતિબેન ઓડેદરા, ડો સુલભા બેન દેવપુરકર, ડો. કલ્પનાબેન જોષી, ડો.ભાવનાબેન કેશવાલા, ડો.ગીતાબેન ઉનડકટ, ડો. એમ એન વાઘેલા,ડૉ કમલ કમલેશભાઈ ગોહિલ, ડો. રણમલભાઇ મોઢવાડિયા, ડો.ચેતનાબેન બેચરા, રણમલભાઈ કારાવદરા, ચિત્રાબેન જુગી, શાંતિબેન ભૂતિયા, જીવા ભાઈ ખુંટી, ટ્રષ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, ભાવેશભાઈ મોઢા, દીપેનભાઈ જોશી, સમીર ભાઈ પુરોહિત, અનિતાબેન પંડ્યા, પૂજાબેન મોઢા, ડો.જયશ્રીબેન પરમાર, કન્યા છાત્રાલયના કિરણ બેન ખૂંટી, સહિતનો સમગ્ર સંકુલ પરિવાર તેમજ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યા માં હાજર રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો.
ટ્રસ્ટની ઓફિસ ખાતે આંતર રાષ્ટીય મહેર સુપ્રીમના પ્રમુખ વિમલજી ભાઈ ઓડેદરા,નવઘણ ભાઈ ઓડેદરા, અર્જુનભાઈ ખિસતરીયા, ડો હરીશભાઈ ગોહિલ, ગાંધી પ્રેમી રમેશભાઈ ઝાલા, આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય,નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, જિલ્લા યોગ કોરડીનેટર કેતનભાઈ કોટીયા, સહીત ના મહાનુભાવો એ ડો વિરમભાઈ ગોધાણિયાને બુકે અર્પણ કરી તેમજ આ અવસરે ટ્રષ્ટના મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રષ્ટિ ભરત ભાઈ ઓડેદરા,શ્રીમતિ શાન્તાબેન ઓડેદરાએ જન્મ દિનની શુભેચ્છઓ પાઠવી હતી
જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે સંકુલમાં આધુનિકતા માટે ના નવા આયમોની શરૂઆત કરવામાં આવેલ જેમાં
કોડિંગ લેબ::
૩૭ વર્ષ પહેલા કોમ્પ્યુટરના જ્ઞાન અને શિક્ષણનો પાયો નાખનાર સંસ્થા તરીકે લોકો ગોઢાણીયા મહિલાને આજે પણ ઓળખે છે. બદલાતા સમય સાથે ટ્રસ્ટના પ્રમુખ ડો.વિરમભાઈ ગોઢાણીયા અને ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો છે કે નવા શૈક્ષણિક વર્ષથી અમારી કોલેજ ભલે આર્ટ્સ, કોમર્સ અને હોમ સાયન્સ જેવી વિદ્યાશાખા ચાલતી હોય જેમાં કોમર્સ અને હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓને સિલેબસના ભાગસ્વરૂપે કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે. પ્રમુખ અને ટ્રસ્ટી મંડળે દિર્ધદ્રસ્ટી રાખી આ તમામ વિદ્યાશાખાની વિદ્યાર્થીની ઓ કોમ્પ્યુટરના ખરેખર જ્ઞાનથી વંચિત ન રહી જાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે કોડિંગ લેબનું નિર્માણ કર્યું છે. જેથી જેનો લાભ દરેક વિદ્યાશાખાની વિદ્યાર્થીનીઓ ને મળશે. સાથે સાથે વિદ્યાર્થીની ઓમા ક્રિટિકલ થિંકિંગનો વિકાસ થાય તે ઉદ્દેશથી આ લેબ શરૂકરવામાં આવી છે.
ગોઢાણીયા બાઝાર.કોમ:
આજની યુવા પેઢી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદી માટે ખુબજ ઉપયોગી વધી રહ્યો છે. તેના કોલેજના પ્રિન્સિપાલ ડો. કેતન શાહે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તે માટે ગોઢાણીયા એક્સપો પ્રોગ્રામ આયોજન કરેલ છે. પરંતુ આ વિદ્યાર્થીનીઓને સમાજમાં B2B (બિઝનેશ ટુ બિઝનેશ) અને B2C (બિઝનેશ ટુ કસ્ટમર) નો લાભ મળી રહે તે માટે ભણવાની સાથે પોતાના બિઝનેશ કરતી વિદ્યાર્થીનીઓને એક પ્લેટફોર્મ આપવા માટે કોલેજનો વેબસાઇટ પર અલગ જ લિન્ક આપી મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સમાજના દરેક લોકોને આ ગોઢાણીયા બાઝાર.કોમ પૂરું પાડ્યું છે. સમાજના દરેક લોકોને આ ગોઢાણીયા બાઝાર.કોમ એક્સેસ કરવા અનુરોધ કર્યો હતો. જેથી બિઝનેશમાં તેઓને જાતે પ્રોત્સાહિત કરી શકાય.
રીસર્ચ ઇન પ્રેકટીસ
કેટલાક છેલ્લાવર્ષથી ખાસ કરીને કોરોના અને તે પછીના સમયગાળામાં શિક્ષણક્ષેત્રે ટેક્નોલૉજીનો ઉપયોગ વધતો જાય છે. આ કોલેજમાં પણ ટેક્નોલોજીનો પહલેથી જ સમન્વય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રીઝ તરફ આગળ વધે તે એક બાબત છે. પરંતુ સાથે સાથે વિદ્યાર્થીની ઓમા ઇન્ટેલેકચ્યુલ પ્રોપર્ટી વધે તે માટે રીસર્ચ જ આગત્યનું પ્લેટફોર્મ છે. જેથી આવનાર આર્ટીફિશિયલ ઇંટેલેજન્સી તે સાથે વિદ્યાર્થી આગળ વધી શકે. માન. પ્રમુખએ આ બદલાવ લઈ આવવા દરેક ડિપાર્ટમેન્ટમાં રીસર્ચ ઇન પ્રેકટીસ એક અગત્યનું માધ્યમ બનાવવા માટેની શરૂઆતને બિરદાવી હતી.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
