ધંધુકા ધોલેરા રોડ પર રોજકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત
ધંધુકા ધોલેરા રોડ પર રોજકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત
અમદાવાદ જીલ્લા ના ધંધુકા-ધોલેરા રોડ પર રોજકા ગામ નજીક એક ગંભીર અકસ્માત થયો છે, જેમાં રોડ પર ઉભેલા ડમ્પર પાછળ બાઇક અથડાતા બાઇક સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધંધુકાની આર.એમ.સી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઇજાગ્રસ્તો બંને રોજકા ગામના રહેવાસીઓ છે. ઘટનાસ્થળે ધંધુકાની ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચીને મદદ કરી હતી, અને ધંધુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઇજાગ્રસ્તો બંને રોજકા ગામ ના હોવાનું જાણવા મળ્યું છે
ધંધુકા ૧૦૮ ઘટનાસ્થળે
ધંધુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
