અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભારત નગર પ્રા.શાળા કુંકાવાવ રોડ ઉપર સી.સી.ટી.વી. કેમેરા મુકો ઠુંમર ની રજુઆત
અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભારત નગર પ્રા.શાળા કુંકાવાવ રોડ ઉપર સી.સી.ટી.વી. કેમેરા મુકો ઠુંમર ની રજુઆત
અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભારત નગર પ્રા.શાળા કુંકાવાવ રોડ ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ઠુંમર ની રજુઆત અમરેલી જિલ્લા ના કુંકાવાવ રોડ ભારત નગર ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગઈકાલે બનેલ બનાવ ખુબજ ગંભીર છે. નાના મજુર વર્ગનાં લોકો આ વિસ્તારમાં રહેતા હોય, પોતાનું ગુજરાન ચલાવવું કઠીન હોય. તેવા સંજોગોમાં તેમના બાળકો દાતા તરફથી આપેલ આ શાળામાં ભણી રહ્યાં છે. જેનું સંચાલન નગરપાલિકા અમરેલી તરફથી થતું હોય, ગઈકાલનાં બનાવની મને મળેલી બિનસત્તાવાર વિગતો પ્રમાણે ખુબજ ગંભીર અને શિક્ષણ જગતને ન શોભે તેવો બનાવ બનેલ હોય. તાત્કાલીક અસરથી કોઇપણ યોજનામાંથી સી.સી.ટી.વી. કેમેરા લાગવવા માટે મારી સમક્ષ સ્થાનિક લોકોની મૌખિક રજુઆત મળેલ છે. તો તાકીદે આ અંગે જરૂરી કાર્યવાહી કરી દિન-૧૦ માં કાર્યવાહી પુર્ણ કરી કરેલ કાર્યવાહીની તુર્તજ જાણ થવા મારી રજુઆત છે.
તેમજ આ શાળામાં ૧ થી ૫ ધોરણ સુધી શિક્ષણ ચલાવવા માટેનો નિર્ણય થયેલ છે. આશરે ૨૦ બાળકો એકજ કલાસમાં શિક્ષણ મેળવી રહ્યા છે. સેટઅપ પ્રમાણેની જગ્યા વ્યાપક ન હોઇ, ૧ શિક્ષક દ્વારા આ શાળા ચલાવતા હોય, તમામ વિદ્યાર્થીઓને એકજ વર્ગમાં બેસાડવામાં આવે છે શિક્ષણ ને પણ માઠી અસર થાય છે. તે બાબત પણ ગંભીર હોય. અલગ રૂમની વ્યવસ્થા હોય તો તાત્કાલીક આ અંગે પણ સ્થાનિક લોકોની માંગણી છે. તો આ અંગે પણ ગંભીરતા દાખવી યોગ્ય કાર્યવાહી કરવા આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
