એક વર્ષ પહેલાં સોનાના ચેન શેરવી જનાર બે મહિલા આરોપીઓને પકડી પાડતી પોરબંદર એલસીબી
રિક્ષામાં બેઠેલ મહિલા પેસેન્જર ની પાછળ બેસી ગળામાંથી બન્ને સાસુ વહુએ સોનાના ચેન શેરવી લઈ ગુન્હા માં એક વર્ષથી હતી લાપતા .
ગોસા(ઘેડ) તા.૨૮/૦૨/૨૦૨૫
પોરબંદર નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક મહિલા ના ગાળામાંથી એક વર્ષ પહેલા સોનાના સેનની લૂંટ ચલાવનાર બંને સાસુ વહુ આરોપી મહિલાઓને એલસીબીએ પોરબંદર ચોપાટી વિસ્તારમાંથી પકડી કાર્યવાહી હાથ ઘરેલ છે.
પોરબંદર ટેલિફોન એક્સચેન્જ ની પાછળ પટેલ નગર, નરસંગ ટેકરી રહેતા હંસાબેન હરીશ ભાઈ લાધાભાઇ જુંગી ખારવા ઉંમર વર્ષ ૫૭ ગત તારીખ ૦૯/૦૩/૨૦૨૪ના રોજ સવારના નવ થી સાડા દશ વાગ્યાના અરસામાં જુરીબાગ માંથી પોતાના ઘરે જવા માટે હારમોની હોટલની સામે નાનજી કાલિદાસ મહેતાના બંગલાને બાજુમાં કોર્નર ઉપર નરસમ ટેકરી તરફ જવા રીક્ષામાં બેસેલ હતાં તે દરમિયાન બીજી બે અજાણી મહિલાઓ પણ તેઓની પાછળ રિક્ષામાં બેઠેલ હતી તે દરમિયાન નરસંગ ટેકરીથી હંસાબેનના ઘર તરફ રોડ પાસે આવેલ ઓવરબ્રિજના પુલ નીચે રીક્ષા ઉભી રાખતા તેઓ રિક્ષામાં સાઈડમાં ઉતરી ગયેલ તેમજ તેઓએ રિક્ષા નું ભાડું આપી તેઓના ઘર તરફ જતી રહી હતી ઘરે પહોંચી ને તેઓ સાડી સરખી કરતી હતી ત્યારે તેઓને ગળામાં દરરોજ પહેરતી બે તોલાનો સોનાનો ચેન તેઓના ગળામાં જોવામાં આવેલ નહીં ત્યારે તેઓને શંકા પડેલ કે પોરબંદર જુના ફુવારા થી રિક્ષામાં બેસેલ બે અજાણી સ્ત્રીઓ પૈકી કોઈ પણ સ્ત્રીએ તેઓના ગળામાંથી સોનાનો ચેન આશરે બે તોલા વજનનો કિંમત રૂપિયા ૫૦,૦૦૦ નો લૂંટ ચલાવી લઈ ગયેલ હોવાની ફરિયાદ તેઓએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.
પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ ની વિગત એવી છે કે ગત તારીખ ૦૯/૦૩/૨૦૨૪ ના રોજ હંસાબેન હરીશ ભાઈ લાધાભાઇ જુંગી ખારવા ફરિયાદી બહેન જુના ફુવારાથી નરસંગ ટેકરી સુધી જવા માટે રિક્ષામાં બેસેલ હતી. અને તેની પાછળ અન્ય બે અજાણી મહિલાઓ પણ તે જ રીક્ષામાં બેસેલ હતી. અને ફરિયાદી નરસંગ ટેકરી પહોંચે તે પહેલા બન્ને અજાણી મહિલાઓએ ફરિયાદી બહેનના ગળામાંથી આશરે બે તોલાનો સોનાનો ચેન નંગ એક કિંમત રૂપિયા ૫૦,૦૦૦ નો શેરવી લીધેલ હતો જે બનાવ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર પાર્ટ Aઆઈ.પી.સી. કલમ ૩૭૯A(૩), ૧૧૪ મુજબનો ગુનો નોંધાયેલ હતો
જે ગુનાના કામે અજાણી મહિલાઓને શોધી અટક કરવાની બાકી હોય જે મહિલાઓને શોધી અટક કરવા માટે જુનાગઢ રેંજના પોલીસ મહાન નિરીક્ષક નિલેશ જાજ ડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા સૂચના આપવામાં આવે જે સૂચના ને આધારે એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા ની રાહબરી હેઠળ એલ.સી.બી.સ્ટાફની ટીમ પોરબંદર સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી
પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રહે હકીકત મળેલ કે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સોનાના ચેનની લૂંટ ચલાવનાર ગુનાના કામેની બન્ને મહિલા આરપીઓ પોરબંદર બસ સ્ટેન્ડ પાછળ આવેલ ચોપાટી જવાના રસ્તા પર જઈ રહેલ છે. જેથી તુરંત જ હકીકત વાળા રસ્તા ઉપર જતા બે શંકાસ્પદ મહિલાઓ ચાલીને જતી હોય તેને રોકી બંનેને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનો આચરેલ હોવાની કબૂલાત આપતા રેખાદેવી વા/ઓ સુનીલસિંઘ મહેન્દર સિંઘ ગબદુ બગાડી ઉંમર વર્ષ ૩૭ તેમજ સુજાતા ઉર્ફે કાજલ વા/ઓ રાજ સુનીલસિંઘ મહેન્દર સિંઘ ગબદુ બગાડી ઉંમર વર્ષ ૨૨ બંને આરોપીઓ રહે હાલ વોર્ડ નંબર ૧ખુર્દી ગામ, શ્રીજી વાટીકા કોલોની આરટીઓ ઓફિસ પાસે, સ્વિમિંગ પૂલ પાછળ તા.જી. કોટપુતલી રાજસ્થાન તથા ધારૂહેરા ગામ ૨૧, દેવનગર જી.રેવાડી હરિયાણા તથા દૌસા ગીરીરાજ મંદિર સામે,ગોરધન નગર રમેશ પ્રજાપતિના મકાનમાં આગરા રોડ જી.દૌસા રાજસ્થાનવાળી બન્ને મહિલા આરોપીઓને હસ્તગત કરી ગુનાને કામે વધુ તપાસ અર્થે કમલાબાગ પોલીસ સ્ટેશન સોંપી આપી સરાહનીય કામગીરી કરેલ છે
રિપોર્ટર :-વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
