*આજ (ગુરૂવાર)થી રાજ્યભરમાં ગુજરાત બોર્ડ ધો. ૧૦-૧૨ પરીક્ષાનો પ્રારંભ: સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું ભાવભર્યું સ્વાગત* - At This Time

*આજ (ગુરૂવાર)થી રાજ્યભરમાં ગુજરાત બોર્ડ ધો. ૧૦-૧૨ પરીક્ષાનો પ્રારંભ: સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું ભાવભર્યું સ્વાગત*


__

◼️ સુરેન્દ્રનગર : રાજ્યભરમાં આજ (ગુરૂવાર)થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંત અને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ થઈ છે. સમગ્ર ગુજરાત સહિત સુરેન્દ્રનગરમાં પરીક્ષાનો ઉત્સાહસભર માહોલ નજરે પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામા પરીક્ષા કેન્દ્રો ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા થઈ છે. ચોરીના દૂષણને ડામવા પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર ઉપર CCTV કેમેરાથી મોનિટરીંગ .

જિલ્લામાં કેટલીક જગ્યાએ સાકર/ચોકલેટ, ગુલાબ કે પેન આપીને તો કેટલીક જગ્યાએ કુમકુમ તિલક કરીને વિદ્યાર્થીઓને "બેસ્ટ ઓફ લક" કહેવાયું.
ઉપરાંત પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ કોઈ પણ ભય વિના શાંતચિત્તે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image