અમરેલી થી કાઠી દરબાર સમાજ દ્વારા સમાજ ઉપયોગી અનોખી પહેલ
લીલીયા તાલુકાના કુતાણા ગામના અને હાલ અમરેલી રહેતા કાઠી દરબાર પરિવાર દ્વારા ગાંધીનગર માં કાઠી દરબાર સમાજનું પોતીકું શૈક્ષણિક સંકુલ કાઠીયાવાડ ભવન નિર્માણ થવા જઈ રહ્યું છે.ત્યારે સમાજ શિક્ષણના આ ભગીરથ કાર્યમાં કાઠી દરબાર સમાજને નવી રાહ ચિંધવાનું કાર્ય તા. 20/02/25 ના રોજ અમરેલી મુકામે થી શરુ થયું છે. કુતાણા નિવાસી અને હાલ અમરેલી નરેશભાઈ જેઠસુરભાઈ વિંછીયા ના દીકરીબા ડો. પ્રજ્ઞાબા તથા ધારગણી નિવાસી ડો. કનુભાઈ રૂખડભાઈ વાળા ના દીકરા ડો. સિદ્ધાર્થભાઈ ના લગ્ન પ્રસંગે પરંપરા મુજબ જ્યારે બંને વેવાઈઓ ગામ ઝાપાની ચુકવણી કરવા બેઠા ત્યારે કાઠી સમાજના શિક્ષણની ચિંતા કરતાં એવા આ બંને પરીવારે સમાજ શિક્ષણ માટે KDET ગાંધીનગર ને બંને તરફથી 11,000/- મળી કુલ રૂ. 22,000/- નું અનુદાન સ્થળ પર રોકડ સ્વરૂપે શ્રી હાથીભાઈ ધાધલને સુપ્રત કરેલ છે.સમાજમાં જ્યા પણ લગ્ન પ્રસંગ હોઈ ત્યાં આવી હરખની ઘડીમા સમાજ શિક્ષણ ની ચિંતા કરી દરેક પરીવાર આ રીતે ફૂલ નહિ તો ફૂલની પાખડી સ્વરૂપે KDET, ગાંધીનગર ને સહયોગ પૂરો પાડે એવી વિનંતી પણ આ તકે કરવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
