કિંમત રૂ.૧૨૦૦૦નો મોબાઈલ ફુટની લારી પર ભૂલી ગયેલ તે અરજદારને પરત કરી ‘તેરા તુજકો અર્પણ’ નું સુત્ર બોટાદ નેત્રમ ટીમએ સાર્થક કર્યું
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ)
બોટાદ જિલ્લા પોલીસવડા કે.એફ.બળોલિયા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઈનાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા તેમજ ' તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી બોટાદ નેત્રમ દ્વારા કરાવવામાં આવી રહેલ તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે, તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ અરજદાર બોટાદ ખરીદી કરવા માટે આવેલ હતા અને પાંજરાપોળ રોડની આજુ-બાજુમાં ખરીદી દરમ્યાન પોતાનો Redmi 8a duel મોબાઈલ પાંજરાપોળ રોડ પર ક્યાંક પડી ગયેલ. ત્યારબાદ ઘણી શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી પાંજરાપોળ રોડ તથા જૂની નગરપાલિકા (શાકમાર્કેટ) નાં લોકેશનોના કેમેરા ચેક કરતા અરજદાર પોતાનો મોબાઈલ ખરીદી દરમ્યાન લારી પર જ ભૂલી ગયેલ જણાઈ આવેલ હોય જેથી ટેકનિકલ એનાલિસિસથી મોબાઈલ શોધી કાઢેલ છે અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ત.ક.અધિકારીને સોપેલ છે. આમ, તેરા તુજકો અર્પણ ' કાર્યક્રમ અંતર્ગત અરજદાર કૌશિકભાઈ વિનોદભાઈ જાંબુકીયાનાઓને પોતાનો મોબાઈલ પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
