રીક્ષાગેંગ: મહિલાની નજર ચૂકવી રૂા.1.08 લાખની મતાની ચોરી
રાજકોટ શહેરમાં રીક્ષાગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ પડધરીના ખજૂરડી ગામના 57 વર્ષીય મહિલાની નજર ચૂકવી રૂ.1.08 લાખની મતાની ચોરી કરી નાસી છૂટતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે પડધરીના ખજૂરડી ગામે રહેતાં રસીકભા ગુલાબસિંહ જાડેજા (ઉ.વ.53) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇ તા.01/02 ના સવારના સાડા નવ વાગ્યાની આસપાસ પોતાના ગામેથી લગ્ન પ્રસંગમાં મૂળીના ટીકકર ખાતે જવાનુ હોવાથી ઈક્કો ગાડીમાં બેસી રાજ્કોટના જામનગર રોડ પર રેલનગર જવાના ચાર રસ્તે ઉતરી ત્યાથી બસ સ્ટેન્ડ જવા ઓટો રીક્ષામાં બેસેલ ત્યારે રીક્ષામાં બે મહીલા પેસેન્જર બેસેલ હતા જેવો આગળ રીક્ષામાંથી ઉતરી ગયા હતા.
ત્યારબાદ તેઓએ થેલામાં પોતાનું દુધીયા કલરનું પર્સ, મોબાઇલ તથા કપડા તેમજ પર્સમાં રોકડ રૂ.3 હજાર અને 22 કેરેટનો સોનાનો ચેઇન હતો. રીક્ષાનુ ભાડુ દેવા માટે પૈસા કાઢી પર્સ થેલામાં મુકી થેલાની ચેઈન બંધ કરી દીધેલ ત્યાર બાદ જ્યુબેલી ચોક ખાતેથી અન્ય બે મહીલા તથા તેની સાથે એક નાનુ બાળક રીક્ષામાં બેસેલ અને તેઓ બસ સ્ટેન્ડ પર ઉતરી રીક્ષાનું ભાડુ દઈ પોતાનો થેલો સાથે લઈ બસ સ્ટેન્ડમાં જતાં રહેલ હતાં.
બસસ્ટેન્ડમાં પુછપરછ બારીએ બસની પુપરછ કરી બસ સ્ટેન્ડની અંદર સુરેન્દ્રનગર જતી બસના પ્લેટફોમ પર બેસી થેલામાંથી મોબાઇલ કાઢવા માટે થેલો ખોલી જોતા થેલામાં મોબાઇલ હતો પરંતુ પર્સ જોવામાં આવેલ નહી, જે પર્સમાં સોનાનો ચેઈન રૂ.1.05 લાખ અને રોકડ રૂ.3 હજાર મળી કુલ રૂ.1.08 લાખની મતાની ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તફડંચી કરી નાસી છૂટેલા રિક્ષાગેંગની શોધખોળ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
