રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ટાટા (આયશર) ગાડી સાથે પકડી દારૂ પેટી નં.૪૩૭ વિગેરે મળી કુલ કિં.રૂ.૩૮,૦૯,૫૫ર/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે તેઓશ્રીની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના એ.એસ.આઇ. જુલીયટકુમાર તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા ટેકનીકલ એ.એસ.આઇ. સચીનકુમાર તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો.અમરતભાઈ તથા ડ્રા.પો.કો. ગીરીશભાઇ વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ.
તા.૨૮/૦૧/૨૦૨૫ના રોજ ટીમના માણસો હિંમતનગર ગાંભોઇ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી વોચ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. તથા અ.હે.કો. અમરતભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ એક છીંકણી કલરનુ ટાટા કંપની બંધ બોડીનુ ૧૧૦૯ ગાડી નંબર-DL-1-MB-1636 ડાક પાર્સલની શામળાજી તરફથી ખાખી પુંઠાના બોક્સની આડાશમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે." જે બાતમી હકીકત આધારે શામળાજી અમદાવાદ હાઇવે રોડ બેરણા ગામની સીમમાં શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચ હોટલ આગળ પ્રોહી નાકાબંધી/વોચમાં હતા દરમ્યાન શામળાજી તરફથી બાતમી મુજબની ગાડી નંબર-DL-1-MB-1636 આવતાં તેને રોકી તેમાં બેસેલ બે ઇસમોને પુછપરછ કરતાં ગાડીમાં દારૂ ભરેલ હોઇ અને તે અંગેનું તેઓ પાસે કોઇ પાસ પરમીટ ન હોઇ ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ હોઇ જે કુલ દારૂ પેટી નંગ-૪૩૭ કુલ બોટલ નંગ-૮,૭૦૦ કિ.રૂ. ૨૮,૦૭,૦૫૨/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૨,૫૦૦/- તથા વાહનના માલીકી અંગેના દસ્તાવેજની ઝેરોક્ષ નકલોની કિ.રૂ.00/0૦ તથા ટાટા કંપનીનુ ૧૧૦૯ ગાડી નંબર-DL-1-MB-1636 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા ખાખી પુઠાના બોક્સ નંગ-૫૦ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૩૮,૦૯,૫૫૨/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર એ
ડિવીજન પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.૨. નં.૧૧૨૦૯૦૧૬૨૫૦૦૯૯/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ, ૮૧, ૮૩ મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
