બોટાદ જિલ્લા માં રસ્તા ઓના રીસફેસિંગ માં વપરાતા માલ સમાન ની ગુણવત્તા ચકાસો રેતી ના બદલે માટી વપરાય રહી છે - At This Time

બોટાદ જિલ્લા માં રસ્તા ઓના રીસફેસિંગ માં વપરાતા માલ સમાન ની ગુણવત્તા ચકાસો રેતી ના બદલે માટી વપરાય રહી છે


બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા થી જલાલપુર -વિકળિયા તરફ જતા જિલ્લા પંચાયત ના માર્ગ મકાન ના સાત વર્ષ જુના રસ્તા નું સાત કરોડ ના કામ માં રેતી ને બદલે માટી વપરાય રહી છે એકદમ નબળી ગુણવત્તા ના માલસમાન નું લેબ પરીક્ષણ કરવા ની સ્થાનિક અગ્રણી ફારૂક મહેતર દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી માર્ગ મકાન વિભાગ જિલ્લા કલેકટર શ્રી બોટાદ અધિક્ષક ઇજેનર વર્તુળ કચેરી રાજકોટ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન પંચાયત બોટાદ તકેદારી આયોગ સહિત ને ઉદેશી પત્ર પાઠવી ઢસા થી જલાલપુર થી વિકળિયા તરફ જતા માર્ગ નું કામ રૂપિયા ૭ કરોડ ના ખર્ચે ચાલી રહ્યું છે તેમાં રેતી ને બદલે માટી વપરાય રહી છે સ્થાનિક અગ્રણી ફારૂક મહેતર દ્વારા સ્થળ તપાસ કરતા ખૂબ જ હલકી ગુણવત્તા નું કામ થયુ રહ્યું હોવા નું ધ્યાને આવતા સ્થાનિક અગ્રણી ઓને બોલાવી કામ કરતી એજન્સી સાથે વાતચિત કરતા રેતી બદલી આપીશું એવી ખાત્રી બાદ અગ્રણી ઓના ગયા પછી તુરંત એજ માટી થી રસ્તા નું કામ પુનઃ શરૂ કરાયું હતું આટલી મોટી રકમ થી સાત વર્ષ જુના રસ્તા ઓને નવા બનાવવા વર્તુળ કચેરી રાજકોટ દ્વારા ક્રમાંક આર પી સી /૩૦૨૩/જો.નં/૬૬/S ૧ થી વર્ષ ૨૦૨૩/૨૪ અંતર્ગત ગ્રામ્ય રસ્તા નું કામ ચાલી રહ્યું હોય તેમાં એકદમ હલકી ગુણવત્તા માલસમાન વાપરતી એજન્સી સામે પગલાં લેવા અને લેબ પરીક્ષણ બાદ કામ શરૂ કરવા ઉચ્ચતરિય વિઝીટ ની માંગ કરતા સ્થાનિક અગ્રણી ફારૂક મહેતરે રાજ્ય ના મુખ્યમંત્રી થી લઈ સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવી રજુઆત કરેલ છે માલસામાન નું લેબ પરીક્ષણ કરાયું છે ? કંઈ એજન્સી એ પરીક્ષણ આ કામ ઉપર સુપર વિઝન કોનું ? એક ઉચ્ચ અધિકારી એ પણ આ માલસામાન નકારી રેતી બદલવા તાકીદ કરેલ હોવા છતાં લોલમલોલ ચાલે છે 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image