છેલ્લા દોઢેક વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પકડી પાડતી ઇડર પોલીસ - At This Time

છેલ્લા દોઢેક વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પકડી પાડતી ઇડર પોલીસ


નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા - હિંમતનગરનાઓએ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇસમોને પકડવા સારૂ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારુ સુચના આપેલ હોઈ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ સી.જી.રાઠોક નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચના આપેલ જે સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી પાડવા સારૂ યાદી તૈયાર કરી તેઓના સંભવિત આશ્રય સ્થાનોની માહીતી પ્રાપ્ત કરવા માટે સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેમજ ટેકનિકલ હ્મમુન સોર્સનો ઉપયોગ કરી તેઓને ઝડપી પાડવા સારું સુચન કરેલ જે અનુસંધાને આજ રોજ અ.પોકો નિકુલસિહ મહેન્દ્રસીહ બ.નં.૧૨૦૫ તથા આ.પો.કો કલ્પેશકુમાર ગોવિદભાઈ બ.નં.૧૦૪ તથા આ.પો.કો.દિપકસિંહ ભિખુસિંહ બ.નં.૦૭૬૩ તથા આ.પો.કો.જયદીપસિંહ નરેન્દ્રસિંહ બ.નં.૩૪૨ એ રીતેના ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પો.ઇન્સ શ્રી ઈડર પોલીસ સ્ટેશનનાઓની નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની સુચના આધારે ગાંધીનગર ખાતે હતા તે દરમિયાન સાથેના અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસીહ બ.નં.૧૨૦૫ તથા આ.પો.કો કલ્પેશકુમાર ગોવિદભાઈ બ.નં.૧૦૪ નાઓને સંયુક્ત રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, હિમતનગર એ.ડીવીનજ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૩૦૧૪૬ /૨૦૨૩ ઇ.પી.કો ક.૩૭૯(એ)(૩)મુજબના ગુન્હામાં અને આશરે છેલ્લા દોઢેક વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી મહિપાલ સ/ઓ ગટુભાઈ સુખલાલ મકવાણા રહે.સારણપુર તા.ગહરી જી.બાસવાડા રાજસ્થાનનાનો કાબરચીતરા કલરનુ આખી બોયનુ શર્ટ તથા કાળા કલરનું લોવર પહેરેલ છે અને તે ગાંધીનગર જી.આઈ.ડી.સી ખાતે ઉભો છે જે બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે ગાંધીનગર જી.આઈ.ડી.સી. પાસે જતાં બાતમી વાળો ઇસમ હાજર હોય જેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ મહિપાલ સ/ઓ ગટુભાઈ સોલાલ મકવાણા રહે.સારણપુર તા.ગહરી જી.બાસવાડા રાજસ્થાનનો હોવાનું જણાવેલ.જેથી સદરી ઇસમને ઇડર પોલીસી સ્ટેશન ખાતે લાવી ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ તથા ઈ.ગુજકોપ એપ્લીકેશન આધારે તપાસ કરતા સદરી ઇસમ વિરૂધ્ધ એ.ડીવીજન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૩૦૧૪૬ /૨૦૨૩ ઈ.પી.કો ક.૩૭૯(એ)(૩) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને ઉપર મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી પકડી પાડી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરેલ આમ છેલ્લા દોઢેક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડવા ઇડર પોલીસને વધુ એક સફળતા મળેલ છે.

રિપોર્ટર.
હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image