ધંધુકાના ચામુંડાનગરમાં એક મહિનાથી પીવાનું પાણી ના મળતા રોષ
ધંધુકાના ચામુંડાનગરમાં એક મહિનાથી પીવાનું પાણી ના મળતા રોષ
છેલ્લા 1 મહિનાથી પીવાના પાંણીની લાઈન તૂટલી હાલતમાં હોવાથી રહીશોને પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકાના ચામુંડાનગરમાં છેલ્લા એક મહિનાથી પીવાની લાઈન તૂટલી હાલતમાં હોવાથી સ્થાનિક રહીશોને પાણી મળતું નથી. લાઈન તૂટલી હોવાની પાલિકાને સ્થાનિકો દ્વારા મૌખિક તેમજ લેખિત રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાંઓ લેવાયા નથી.
સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, પીવાના પાણી માટે ટેન્કર મંગાવવાની નૌબત પડી રહી છે.
પીવાના ચાલુ પાણી રોડમાં વિસરાઈ જઈને ગંદકીનો માહોલ ઉભો કરે છે તેમજ સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આ પાણીની સમસયાનો ઉકેલ લાવવામાં આવે જેથી તેમને લાઈનનું પીવાનું યોગ્ય પાણી મળી રહે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
