શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી દેહદાન સંકલ્પપત્ર ભરાયું
શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી દેહદાન સંકલ્પપત્ર ભરાયું
જુનાગઢ જિલ્લાના માંગરોળના વતની અને હાલ અમદાવાદ (c-12,સુપર સોસાયટી,રામદેવનગર,સેટેલાઈટવિસ્તાર)માં નિવાસ કરતા શ્રી વિશ્વેશભાઈ પાઠક (ઉ.વ.૭૦)એ દેહદાન કરવાનો સંકલ્પ કરેલ આ માટે શ્રી વિશ્વેશભાઈ પાઠકે તેમના પત્નિ શ્રીમતિ ધાત્રીબેન અને પુત્ર શ્રી કિંજલભાઈની હાજરીમાં શ્રી વિરંચીભાઈ શુક્લને શિવમ્ ચક્ષુદાન આરેણા વતી દેહદાનનું સંકલ્પપત્ર ભરેલ છે.
જે સંકલ્પપત્રનો સ્વિકાર શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીએ સ્વિકારેલ છે.
દેહદાન નું સંકલ્પ પત્ર અર્જુન ભાઈ સોલંકી દ્વારા જુનાગઢ મેડિકલ કોલેજ G.M.E.R.S. મા અમારા સાથી એવા સમિર ભાઈ દતાણી સાહેબ અને સંજયભાઈ બુહેચા દ્વારા સબમિટ કરવા મા આવ્યું છે.
શિવમ્ ચક્ષુદાન આરેણા ટીમ આપના આ માનવકલ્યાણ અંગેના આ ઉમદા વિચારને બિરદાવે છે.અને આપને વંદન કરે છે.
શ્રી વિરંચીભાઈ શુક્લ હંમેશા સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા રહે છે.જેઓ ચક્ષુદાન,દેહદાન,બ્લડ ડોનેશન કેમ્પ જેવી માનવસેવાકીય પ્રવૃતિમાં હરહંમેશ સેવા આપી રહ્યા છે.તેમજ શિવમ્ ચક્ષુદાન આરેણાની ટીમને સાથ અને સહકાર આપતા રહ્યા છે.
આજે તેમના માધ્યમથી શ્રી વિશ્વેશભાઈ પાઠકના દેહદાન સંકલ્પનો અમો સ્વિકાર કરીએ છીએ અને આ ઉમદા વિચાર બદલ શ્રી વિશ્વેશભાઈ પાઠક અને તેમના પરિવારને અમો આ માનવકલ્યાણના કાર્યમાં સહભાગી થવા બદલ વંદન કરીએ છીએ.અને આપના પ્રેરણાદાયી વિચારને બિરદાવીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે
