ભરૂચ જિલ્લાનાં પીઢ કોંગી અગ્રણી યુનુસભાઈ અમદાવાદી નું થયેલું દુઃખદ અવસાન. - At This Time

ભરૂચ જિલ્લાનાં પીઢ કોંગી અગ્રણી યુનુસભાઈ અમદાવાદી નું થયેલું દુઃખદ અવસાન.


ભરૂચ જિલ્લાનાં વાંસી ગામના વતની અને પીઢ કોંગી અગ્રણી યુનુસભાઇ અહમદભાઇ પટેલ ઉર્ફે યુનુસભાઇ અમદાવાદી ઉર્ફે યુનુસભાઇ લાંબા અમદાવાદની એક હોસ્પિટલમાં આજરોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. તેમનાં દુઃખદ અવસાનનાં સમાચાર સમગ્ર ભરૂચ તેમજ વડોદરા જિલ્લામાં વાયુવેગે પ્રસરતા રાજકીય આગેવાનો તેમજ સમાજના લોકો અને ચાહક મિત્ર વર્ગ ઘેરા શોકમાં ડૂબી ગયો હતો. તેમના જીવન ઝરમર ની વાત કરીએ તો તેઓ કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા મર્હુમ અહેમદભાઈ પટેલનાં રાજકીય ચાણક્ય ગણાતા હતા. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં ઉપપ્રમુખ તેમજ વર્લ્ડ ભરૂચી વ્હોરા ફાઉન્ડેશન ઇન્ડિયા ચેપ્ટરનાં પ્રમુખ તેમજ રાહત ફાર્મસીનાં પ્રમુખ તેમજ કરજણ તાલુકાનાં કલ્લા ગામની ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ તેમજ માજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી, સામાજિક કાર્યકર અને ભરૂચ જિલ્લાના લઘુમતી સમાજના રાહબર એવા યુનુસભાઈ અમદાવાદીનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પાર્ટી એ અને લઘુમતી સમાજે એક મોભી ગુમાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસે ટૂંકા સમયના ગાળામાં ઝઘડિયા મત વિસ્તારમાંથી દલપતભાઈ વસાવા તેમજ જંબુસર મત વિસ્તારમાંથી પ્રભુદાસભાઈ મકવાણા અને આજરોજ જિલ્લાનું ગૌરવ એવા યુનુસભાઈ અમદાવાદી આપણી વચ્ચે રહ્યા નથી.


9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image