જસદણ નજીકના મોટાં દડવા ગામે પતંગ બાબતનો ખાર રાખી પાંચ પર હુમલો
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
વિજય, કાળુ, રઘુ,રામજી સહિતના શખ્સો ધારીયા, ઘોકા પાઇપ વડે તુટી પડ્યાઃ ઈજાગ્રસ્ત પાંચેય રાજકોટ સિવિલમાં દાખલ
જસદણ નજીકના મોટાં દડવા ગામે રહેતા પાંચ કૌટુંબીક વ્યક્તિ પતંગ બાબતનો ખાર રાખી વિજય, કાળુ, રઘુ, રામજી સહિતના શખ્સો ધારીયા, પાઈપ વડે તુટી પડયા હતા. ઈજાગ્રસ્ત પાંચેયને રાજકોટ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મોટા દડવા ગામે રહેતા મયુરભાઈ દાદુભાઈ સોલંકી (ઉ. વ.૧૪), દિનેશભાઈ નરસીભાઈ સોલંકી (ઉ.વ.૫૦), વિનુભાઈ દિનેશભાઈ સોલંકી (ઉ.વ.૨૦), નરસિભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ.૮૦), અરવિંદભાઈ દિનેશભાઈ સોલંકી (ઉ.વ.૨૨) તેઓ ગઈ કાલ સાંજનાં છ વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં વિજય, કાળુ, રઘુ, રામજી અને અજાણ્યા શખ્સો ધસી આવી ઝઘડો કરી ધારીયા, પાઇપ અને ચેનના ચક્કર વડે મારામારી કરવા લાગ્યાં હતાં. જેમાં મયુર, દિનેશભાઈ, નરશીભાઈ, વિનુભાઈ અને અરવિંદભાઈને ઈજાઓ પહોંચતા તાકિદે તેઓને જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અગાઉ પતંગ બાબતે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે આટકોટ પોલિસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
