વિનાયક વિધાલય મલેકપુર ખાતે લુણાવાડા તાલુકા પોલીસ દ્વારા માર્ગ સલામતી ટ્રાફિક જાગૃતિને લઈને કાર્યક્રમ - At This Time

વિનાયક વિધાલય મલેકપુર ખાતે લુણાવાડા તાલુકા પોલીસ દ્વારા માર્ગ સલામતી ટ્રાફિક જાગૃતિને લઈને કાર્યક્રમ


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકમાં આવેલ વિનાયક વિધાલય ખાતે આજરોજ માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિના અનુસંધાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.જેમા લુણાવાડા તાલુકા પોલીસ મથક ( સાગોના મુવાડા ) ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ રાજેશકુમાર લક્ષ્મણભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોને લઈનેના જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.વધુમાં તેમણે રોંગ સાઈડ ડ્રાઈવીંગ, ઝડપી ડ્રાઈવિંગ, હેલ્મેટ વગર વાહન ન ચલાવવું, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહન ચાલક માટે કેટલું ભારે પડી શકે છે તે માટે પણ માહિતગાર કરી તેમને ટ્રફિક નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.જયારે આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ શાળાના આચાર્ય નરેશભાઈ વણકર દ્વારા પણ વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.અને શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત પોલીસ કર્મચારીઓનુ પણ ઉમરકા ભેર સ્વાગત પણ કરવામાં આવેલ હતું.

મહીસાગર
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
લુણાવાડા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.