બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી ઇલ્યાસ ઉર્ફે મોન્ટુ મુનીરભાઈ કુરેશીને પકડી પાડતી પેરોલ-ફર્લો એલ.સી.બી.બોટાદ - At This Time

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી ઇલ્યાસ ઉર્ફે મોન્ટુ મુનીરભાઈ કુરેશીને પકડી પાડતી પેરોલ-ફર્લો એલ.સી.બી.બોટાદ


પો.સબ.ઇન્સ. કે.એન.પટેલ પેરોલ-ફર્લો સ્કૉડ બોટાદ તથા તેમની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા,તે દરમ્યાન બાતમી મળેલ કે,બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં.૧૩૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૬,૩૨૪,૫૦૬(૨) મુજબના ગુન્હા કામનો આરોપી ઇલ્યાસ ઉર્ફે મોન્ટુ મુનીરભાઇ કુરેશી રહે. નાગલપર દરવાજા,ખીજડાવાળી શેરી બોટાદ તા.જી.બોટાદ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી હાલમાં બોટાદ સાળંગપુર : રોડ કપલીધાર,કબ્રસ્તાન પાસે હાજર છે.જે બાતમી આધારે પેરોલ-ફર્લો સ્કૉડના સ્ટાફે બોટાદ સાળંગપુર રોડ કપલીધાર,કબ્રસ્તાન ખાતેથી તા.જી.બોટાદ વાળાને ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.