ગારિયાધાર કે. વી. વિદ્યાલય ચિત્ર સ્પર્ધા માં લીલીયા અને લાઠી તાલુકાની ૪૦ પ્રા. શા.ઓના ધોરણ ૬ થી ૮ ના ૯૨૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ગારિયાધાર કે. વી. વિદ્યાલય ચિત્ર સ્પર્ધા માં લીલીયા અને લાઠી તાલુકાની ૪૦ પ્રા. શા.ઓના ધોરણ ૬ થી ૮ ના ૯૨૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ગારીયાધાર. વાલમધામ - ગારિયાધાર. ની કે.વી.વિદ્યામંદિર - વી.ડી.વાઘાણી વિદ્યાસંકુલ દ્વારા તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધા અને મહેંદી. સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ગારિયાધાર , લીલીયા અને લાઠી તાલુકાની ૪૦ પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ ના ૯૨૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.
મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમે કંટારીયા વિરાંજલી- કન્યા શાળા , દ્વિતિય ક્રમે ઝાલા ઉર્વીશા- કન્યા શાળા અને તૃતિય ક્રમે હુનાણી આલિયા ડી.ટી.સવાણી તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે ગલાણી કેવટ - કે.વી.વિદ્યામંદિર , દ્વિતિય ક્રમે રાઠોડ ઉદય - વાવપ્લોટ પ્રાથમિક શાળા અને તૃતિય ક્રમે વાઘાણી પ્રિયલ - નાની વાવડી પ્રાથમિક શાળાના વિજેતા વિદ્યાર્થીઓને અનુક્રમે ૧૫૦૦ /- , ૧૦૦૦/- અને ૫૦૦ /- રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનો જજશ્રી શાહ સાહેબ, PI શ્રી માલવીયા સાહેબ , RFO મેડમશ્રી , હેડ કોન્સ્ટેબલશ્રી ડાંગર સાહેબ, શિક્ષકશ્રી ચેતનભાઈ રાવલ તેમજ આ સંસ્થાના મેં.ટ્રસ્ટીશ્રી રમેશભાઈ વાઘાણી , સંચાલકશ્રી હીમાંશુભાઈ વાઘાણી તથા ચિરાગભાઈ અમીપરા અને આચાર્યશ્રી કલ્યાણભાઈ સોરઠીયાના વરદ હસ્તે પુરસ્કારો અર્પણ કરવામાં આવેલ. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ૯૨૧ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ક્રિષ્ના સ્ટેશનરી તરફથી ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ તેમજ શાળા દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરાયેલ. શાળાના શિક્ષકગણ દ્વારા આ સ્પર્ધામાં વિશાળ સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ સઘળી વ્યવસ્થા સુઆયોજિત રીતે કરવામાં આવેલ..
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.