કોણ કહે છે યુવાનો દૂષિત માર્ગે છે ? દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના યુવાનો એ સુરત શહેર માં ચોરા ચાવડી ઉપર દાન દ્રવ્ય સ્વીકારતા સ્ટોલ ઉભા કર્યા
કોણ કહે છે યુવાનો દૂષિત માર્ગે છે ?
દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના યુવાનો એ સુરત શહેર માં ચોરા ચાવડી ઉપર દાન દ્રવ્ય સ્વીકારતા સ્ટોલ ઉભા કર્યા
દામનગર હિન્દૂ સંસ્કૃતિ ના દરેક તહેવારો દાન પુણ્ય પરમાર્થ નો સદેશ આપે છે તેમાંય મકરસંક્રાંતિ એટલે વિશેષ મહત્વ દાન ધર્મ નું અનુમોદન કરે છે ત્યારે બળદો નું લાલન પાલન કરતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંસ્થા ના સ્વંયમ સેવકો એ દાન દ્રવ્ય માટે
"મરું પણ માગું નહિ પણ પરમાર્થ કાજે મને માંગતા ન આવે લાજ"
રોડ રસ્તા જાહેર ચોરા ચાવડી ઉપર સ્ટોલ ઉભા કરી દિવસ દરમ્યાન અબોલ જીવો માટે દાન દ્રવ્ય એકત્રિત કરવા ના સેવા યજ્ઞ માં સતત ખડેપગે સ્વંયમ સેવકો એ જીવદયા નંદી શાળા માં આશ્રિત અબોલ જીવો માટે યાચીકા કરી પતંગોત્સવ ના બદલે પરમાર્થ પ્રવૃત્તિ કરતા અસંખ્ય યુવાનો ની સેવા ને સલામ છે ભાગદોડ વાળી જિંદગી માં એક દિવસ ની રજા માં ઘર પરિવાર થી પર રહી પર સેવા માટે તત્પર રહેતા જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઉદારદિલ દાતા અને સ્વંયમ સેવકો ની વંદનીય સેવા જોવા મળી સુરત શહેર માં અલગ અલગ વિસ્તારો માં મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ પરોપકાર ની ઉદત ભાવના એ અબોલ જીવો માટે યાચીકા કરતા યુવાનો ની અદભુત સેવા સર્વત્ર ધ્યાનાકર્ષક બની રાહદારી ઓ અને સ્થાનિક શહેરી જનો સ્ટોલ ની મુલાકાત લઈ યથા શક્તિ દાન ધર્મ ના આ યજ્ઞ માં મદદ કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.