28 વર્ષીય યુવકનું ગળુ કપાવવાથી તો એક બાળક અને યુવકનું નીચે પટકાતા મોત, 30થી વધુ લોકોને ઈજા પહોંચી
રાજકોટ શહેરમાં ગઈકાલે ત્રણ પરિવારનો ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. ગઈકાલે પતંગની દોરીથી ગળું કપાતા 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે, જયારે અગાશી પરથી નીચે પટકાતા 10 વર્ષના બાળક તેમજ 18 વર્ષીય યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગઈકાલે એક દિવસમાં પતંગ દોરાની ઇજાના કારણે 30થી વધુ લોકોને નાની-મોટી ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ઇમર્જન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.