નુરાનીપરા પાસે બાઈક જોઈને ચલાવવાનું કહેતાં વેપારી પર અજાણ્યાં શખ્સોનો હુમલો - At This Time

નુરાનીપરા પાસે બાઈક જોઈને ચલાવવાનું કહેતાં વેપારી પર અજાણ્યાં શખ્સોનો હુમલો


નુરાનીપરા પાસે બાઈક જોઈને ચલાવવાનું કહેતાં વેપારી પર અજાણ્યાં શખ્સોએ ધોકાથી હુમલો કરી દેતાં આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે મવડીમાં નાથજી પાર્ક શેરી નં.4 બ્લોક નં. 8 માં રહેતાં ધરીકેશભાઈ અનીલભાઈ ખુંટ (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શાપર વેરાવળમા રોડ ઉપર ખોડીયાર ડેરી ચલાવી વેપાર કરે છે.
ગઈ તા. 13/01/2025 ના સવારના આશરે આઠેક વાગ્યે તેઓ આર્ટિગા કાર લઈ ઘરેથી ડેરીએ જવા માટે નીકળેલ હતો. દરમ્યાન રાજકોટ ગોંડલ હાઇવે રોડ ઉપર કોઠારીયા સોલવન્ટ નુરાની પરા પાસે પહોંચેલ ત્યારે એક સફેદ કલરનો એકટીવા નં. જીજે-03-એનઈ-1650 વાળો જેને કાનમાં ઇયર ફોન લગાડેલ હતા તે એક્ટિવા લઈ આડો ઉતરેલ હતો.
જેથી તેઓએ કાચ ખોલીને તેને જોઈને ચલાવવાનુ કહેતા તેણે કહેલ કે, તું જોઈને ચલાવ તારો વાંક છે જેથી તેઓએ મોબાઈલ કાઢી તેનો ફોટો પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને તેણે મોબાઇલ ઉપર હાથ મારીને નીચે પાડી દીધેલ અને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. તેમજ તેણે બુમ પાડતા બીજા ત્રણેક જણા ધોકા સાથે ઘસી આવેલા અને ફડાકા તથા ઢીકાપાટાનો માર મારવા લાગેલા હતાં.
તેમજ આરોપીઓએ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. બાદમાં અન્ય લોકો દોડી આવતાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરિયાદીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ હતાં. તેમજ બાદમાં તેમને જોયેલ તો ગળામા પહેરેલ મારો સોનાનો સવા બે તોલાનો રૂ.1.50 લાખનો ચેઈન ઝપાઝપી દરમ્યાન પડી ગયેલ હતો. બનાવર અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.