છૂટાછેડા માટે રૂપિયાની માંગણી કરી ઈજનેરને ગુપ્તાંગના ભાગે મારમાર્યો, લમણે બંદૂક રાખી ધમકી - At This Time

છૂટાછેડા માટે રૂપિયાની માંગણી કરી ઈજનેરને ગુપ્તાંગના ભાગે મારમાર્યો, લમણે બંદૂક રાખી ધમકી


સ્મૃતિ સોસાયટીમાં રહેતાં ઇજનેરને રામધણ આશ્રમ પાસે રહેતાં સાસરિયાઓએ ઘરે બોલાવી છૂટાછેડા માટે રૂપીયાની માંગણી કરી ઈજનેરને ગુપ્તાંગના ભાગે મારમારી લમણે બંદૂક રાખી ધમકી આપતાં તાલુકા પોલીસ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગાંધી પેડક રોડ પર સ્મૃતિ સોસાયટીમાં રહેતાં ઉત્તમભાઈ રમેશભાઈ ભાખર (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દામજી ઠુમર, પંકજ દામજી ઠુમર, મોહિત દામજી ઠુમર, ધારાબેન ઉત્તમ ઠૂંમર અને વિનુ સખીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ માતા ભાનુબેન સાથે રહે છે અને વાવડી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ફાલ્કન પંપમાં ઇલેક્ટ્રીકલ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેના લગ્ન તા.10/12/2023 ના ધારાબેન ઠુંમર સાથે થયેલ હતા. બાદમાં બન્નેને મનમેળ ન થતા તે છેલ્લા છ મહીનાથી તેના માવતરે ચાલ્યા ગયેલ છે.
ગત તા. 10 ના સવારે અગિયારેક વાગ્યાની આસપાસ તે ફાલ્કન પંપ કંપની પર કામ કરતો હતો ત્યારે તેમના સસરા દામજીભાઇનો ફોન આવેલ કે, છુટાછેડા બાબતે વાતચીત કરવી છે, જેથી તમે અહીં ઘરે આવો છો કે અમે કંપની પર આવીએ જેથી તે ગભરાય ગયેલ અને તેઓને મળવા વાવડીથી સસરાના ઘરે જે રામધણ આશ્રમ પાસે આવેલ છે ત્યાં ગયેલ અને ઘરમાં પ્રવેશ કરેલ ત્યારે સસરા દામજીભાઈ, સાળા પંકજ, મોહીત તથા સસરાના મિત્ર વિનુભાઇ સખીયા પણ હાજર હતા.
તેઓ ઘરમાં પ્રવેશતાની સાથે જ સાળા પંકજ અને મોહીત બન્ને ગાળો આપવા લાગેલ અને છુટાછેડા કરવા બાબતે મારી પૈસાની માંગણી કરેલ પંરતુ તેમની પાસે સગવડ ન હોય જેથી મુદ્દત માંગતા બન્ને અચાનક ઉશ્કેરાઈ ગયેલ અને સાળા પંકજે ધક્કો મારી પાડી દીધેલ અને પગ પકડી રાખી સાળા મોહીતે ગુપ્તાંગ પર અને પગના ભાગે પાટા મારેલ હતા.
તેમજ પત્ની ધારાએ કપાળના ભાગે ફુલદાની મારેલ જેથી શરીરે દુ:ખાવો થતાગભરાઈ જઈ ઘરની બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે સસરાએ પકડી રાખેલ અને ગાળો આપી હતી.
તેમજ સસરાના મિત્ર વિનુ સખીયાએ કે તેની પાસે રહેલ પરવાનાવાળી બંદુક કાઢી અને કપાળ પર રાખી કહેલ કે, જો છુટાછેડા કરવાના પૈસા ન હોય તો તારા નામે રહેલ મિલકતમાંથી એકાદ મિલકત ધારાના નામે કરી દેજે નહીંતર આટલી જ વાર લાગશે તેમ ધમકી આપેલ હતી. બાદમાં તે ત્યાંથી નીકળી વાવડી કંપનીએ જતો રહી પરિવારને જાણ કરી હતી.
બાદમાં તેને શરીરે પહોંચેલ ઇજાથી દુખાવો થતાં 108 મારફત સારવાર ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.