સોનિયા ગાંધીએ કોંગ્રેસના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું:ખડગે અને રાહુલ હાજર, 252 કરોડમાં 80 હજાર ચોરસ ફૂટમાં બન્યું 'ઈંદિરા ભવન' - At This Time

સોનિયા ગાંધીએ કોંગ્રેસના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું:ખડગે અને રાહુલ હાજર, 252 કરોડમાં 80 હજાર ચોરસ ફૂટમાં બન્યું ‘ઈંદિરા ભવન’


કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે ​​દિલ્હીમાં કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત લગભગ 400 નેતાઓ હાજર રહ્યા હતા. નવા હેડક્વાર્ટરનું નામ ઈંદિરા ભવન છે. અત્યાર સુધી તેનું સરનામું 24, અકબર રોડ હતું, જે કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય હતું. લગભગ 46 વર્ષ બાદ આજથી નવું સરનામું 'ઈંદિરા ગાંધી ભવન' 9A, કોટલા રોડ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત પાર્ટીના 400 થી વધુ નેતાઓની હાજરીમાં સવારે 10 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેનો શિલાન્યાસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ 2009માં કર્યો હતો. તે 15 વર્ષ પછી બનીને તૈયાર થયું છે. ભાજપ દેશભરમાં 768 કાર્યાલય બનાવશે. તેમાંથી 563 કાર્યાલય તૈયાર છે, જ્યારે 96 પર કામ ચાલી રહ્યું છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગયા વર્ષે ઓગસ્ટમાં આ માહિતી આપી હતી. જ્યારે અમે કોંગ્રેસના મીડિયા સંયોજક અમરીશ રંજનને આ જ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું- દિલ્હી સિવાય દરેક રાજ્ય અને જિલ્લામાં પાર્ટીના કાર્યાલય છે. કેટલીક બ્લોક ઓફિસો પણ છે. પરંતુ કેટલી છે તેનો આંકડો તેમને ખબર નથી. નવા હેડક્વાર્ટરની તસવીર બીજેપીના કારણે બીજી વખત એન્ટ્રી પોઈન્ટ બદલાયો
કોંગ્રેસના નવા કાર્યાલયનો મેન ગેટ આગળથી નહીં પરંતુ પાછળના દરવાજેથી છે. તેનું કારણ ભાજપ છે. ખરેખર, ઓફિસનો આગળનો દરવાજો દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર છે. આવી સ્થિતિમાં, આ નામ સરનામાં પર આવતું હતું, તેથી પાર્ટીએ આગળના ગેટને બદલે બેકડોર એન્ટ્રી એટલે કે પાછળના દરવાજાની એન્ટ્રી પસંદ કરી, જે દરવાજો કોટલા રોડ પર ખુલે છે. ​​​​ 70ના દાયકામાં કોંગ્રેસ કાર્યાલય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રોડ પર હતું. તેનું સરનામું 3, રાયસીના રોડ હતું. તેની બરાબર સામે 6, રાયસીના રોડ પર અટલ બિહારી વાજપેયી રહેતા હતા, તેથી કોંગ્રેસે અહીં પણ બેકડોર એન્ટ્રી પસંદ કરી હતી. 1978માં કોંગ્રેસમાં વિભાજન થયા પછી, ઓફિસ પાર્ટીના સાંસદ જી વેંકટસ્વામીને ફાળવવામાં આવેલા બંગલા 24, અકબર રોડ પર ખસેડવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ કોંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું રહ્યું છે. બર્મા હાઉસ કોંગ્રેસનું લકી ચાર્મ બન્યું
24, અકબર રોડ એક સમયે ભારતીય વાયુસેનાના વડાનું ઘર હતું. આ સિવાય તે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની પોલિટિકલ સર્વેલન્સ વિંગની ઓફિસ પણ હતી. તે પહેલા આ બંગલો બર્મા હાઉસ તરીકે ઓળખાતો હતો. બંગલાને આ નામ પંડિત જવાહરલાલ નેહરુએ આપ્યું હતું. ખરેખરમાં ભારતમાં મ્યાનમારના રાજદૂત ડૉ.ખિન કાઈ આ બંગલામાં રહેતા હતા. તે મ્યાનમારની આયર્ન લેડી તરીકે ઓળખાતા આંગ સાન સૂ કીના માતા હતી અને લગભગ 15 વર્ષ સુધી આંગ સાથે આ બંગલામાં રહેતા હતા. જ્યારે ઈન્દિરાએ 24, અકબર રોડને કોંગ્રેસ હેડક્વાર્ટર તરીકે પસંદ કર્યો ત્યારે પાર્ટીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ આ ઓફિસ કોંગ્રેસ અને ઈન્દિરા બંને માટે ખૂબ જ લકી સાબિત થઈ. 1980ની મધ્યસત્ર ચૂંટણીમાં, કોંગ્રેસ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી આવી. આ કાર્યાલય ચાર વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહનું સાક્ષી રહ્યું. 14 જાન્યુઆરી: જૂની ઓફિસ પર પાર્ટીનો ધ્વજ છેલ્લી વખત નીચે ઉતારવામાં આવ્યો કોંગ્રેસ જૂની ઓફિસ છોડશે નહીં
સૂત્રોના જણાવ્યા અનુસાર નવી ઓફિસમાં શિફ્ટ થયા પછી પણ કોંગ્રેસ તેની જૂની ઓફિસ ખાલી કરશે નહીં. અહીં મોટા નેતાઓની અવર-જવર રહેશે. કોંગ્રેસ પહેલા ભાજપે પણ તેની જૂની ઓફિસ 11, અશોક રોડ, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર નવી ઓફિસમાં શિફ્ટ કર્યા પછી પણ છોડ્યું નથી. કેન્દ્ર સરકારે 2015માં કોંગ્રેસને આપેલા ચાર બંગલાની ફાળવણી રદ કરી દીધી હતી. જેમાં 24, અકબર રોડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, 26 અકબર રોડ (કોંગ્રેસ સેવાદળ કાર્યાલય), 5-રાયસીના રોડ (યુથ કોંગ્રેસ કાર્યાલય) અને C-II/109 ચાણક્યપુરી (સોનિયા ગાંધીના સહયોગી વિન્સેન્ટ જ્યોર્જને ફાળવેલ)ની ફાળવણી પણ રદ કરવામાં આવી હતી. ઘણો રસપ્રદ છે કોંગ્રેસ કાર્યાલય '24 અકબર રોડ'નો ઈતિહાસ દિલ્હીના લુટિયન ઝોનમાં આવેલ '24 અકબર રોડ' ભલે છેલ્લા પાંચ દાયકાથી કોંગ્રેસના હોડક્વાર્ટર તરીકે જાણીતું હોય, પરંતુ આ સરનામું એવા અનેક નિર્ણયો, નીતિઓ અને ઘટનાઓનું સાક્ષી છે જે દેશની સૌથી જૂની પાર્ટીની સાથે પણ ભારત માટે પરિવર્તનકારી અને ઐતિહાસિક સાબિત થઈ.આ એડ્રેસે ઈન્દિરા ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખડગે સુધીના કોંગ્રેસના સાત અધ્યક્ષ જોયા છે, તેમાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની દુ:ખદ હત્યા, સીતારામ કેસરીની અધ્યક્ષ પદેથી વિદાય, 1980માં ઈન્દિરા ગાંધીની સત્તામાં વાપસી, 1984ની પ્રચંડ જનાદેશની જીત, 1991, 2004 અને 2009ની ગઠબંધનવાળી સરકાર, 2014 અને 2019ની કારમી હાર અને 2024ની હાર પણ ભવિષ્યની આશા સહિત અનેક ઉતાર-ચઢાવનું સાક્ષી છે. સુપ્રીમ કોર્ટે કાર્યાલય બદલવાની સૂચના આપી હતી સુપ્રીમ કોર્ટે લુટિયંસ ઝોનમાં ભીડને કારણે તમામ પક્ષકારોને તેમના કાર્યાલય બદલવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી ભાજપે 2018માં સૌપ્રથમ દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર પોતાનું કાર્યાલય બનાવાયું. ભાજપની પડોશમાં કોંગ્રેસને પણ પોતાનો નવો આધાર મળ્યો છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે કહ્યું હતું કે ભાજપે ઓફિસ બનાવવા માટે 700 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. દેશમાં 768 કાર્યાલય બનાવવાનો ભાજપનો ટાર્ગેટ છે
ઓગસ્ટ 2024 માં ગોવાના સ્ટેટ હેડકવાર્ટરનો શિલાન્યાસ કરતી વખતે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું - પાર્ટી દેશના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓમાં કુલ 768 કાર્યાલય બનાવવાની યોજના ધરાવે છે. તેમાંથી 563 કાર્યાલય તૈયાર છે, જ્યારે 96 પર કામ ચાલી રહ્યું છે. પાર્ટીની વેબસાઈટ પર 28 રાજ્યો અને 9 યુટી હેડક્વાર્ટર વિશે માહિતી ઉપલબ્ધ છે. UT દાદરા અને નગર હવેલીમાં એક હેડકવાર્ટર અને દમણ અને દીવમાં બે મુખ્ય મથક છે. ખરેખરમાં 2020 પહેલા આ બે અલગ UTs હતા. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોંગ્રેસના હેડકવાર્ટર પણ છે. દેશના મોટાભાગના જિલ્લાઓમાં પણ પાર્ટીની ઓફિસ છે. જો કે, આ આંકડાઓ વિશે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.