હળવદ તાલુકા ના અજીતગઢ ગામે શિવ મંદિર ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો
કેમ્પ માં 110 બ્લડ ની બોટલ એકત્ર થઇ
આહિર દંપતી ની યાદ માં સતત ત્રીજા વર્ષે રક્તદાન કેમ્પ યોજાયો
હળવદ તાલુકા ના અજિતગઢ ગામે આહીર દંપતી સ્વ. રાહુલભાઇ પ્રવિણભાઇ આહીર અને સ્વ. મિતલબેન રાહુલભાઇ આહીર ની પુણ્ય સ્મૃતિ સતત ત્રીજા વર્ષે અજીટગઢ મધ્યે આવેલ શ્રી શિવ મંદિર ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં 110 બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી હતી જે સંસ્કાર બ્લડ બેંક ખાતે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગ માં લેવામાં આવશે
આ સ્વૈચ્છિક રકતદાન કેમ્પ ને સફળ બનાવવા સ્વ. રાહુલભાઇ આહીર ના મિત્ર વર્તુળ અને સ્નેહીજનો એ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.