સાયલા મહાજન પાંજરાપોળ માં ઉતરાયણ પર્વ નિમિતે પશુઓ માટે દાતાઓ દ્વારા દાન પ્રાપ્ત થયું.
સાયલા મહાજન પાંજરાપોળ માં હાલ માં લગભગ ૨૦૦૦ ની આજુબાજુ પશુઓ નિભાવી રહ્યા છે. જેમને દરરોજ નો ખર્ચ જે મુજબ આવે છે એ પ્રમાણે પાંજરાપોળ માં આર્થિક આવક નથી આવતી. ત્યારે સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા લોકોને પ્રસંગો તથા પર્વ નિમિતે યોગ્ય અનુદાન આપવા વિનંતી કરી રહ્યા છે. તે મુજબ દાતાઓ તરફથી યોગ્ય અનુદાન મળી રહ્યું છે. હાલમાં જ ઉતરાયણ પર્વ નિમિતે દાતાઓ એ ઘાસ ના ટ્રેક્ટર તથા આર્થિક મદદ કરી છે.
સાયલા ના આજુબાજુ ના ગામો માંથી ઘાસ ના ટ્રેક્ટર આપવામાં આવી રહ્યા છે. દરેક ગામમાં થી યથા શક્તિ એક, બે, કે, ત્રણ ટ્રેક્ટર ઘાસ આવેલ છે. જેમાં વખતપર ગામ માંથી એક સાથે ૯ (નવ ) ટ્રેક્ટર ઘાસ આપવામાં આવ્યું છે.
વધુ માં આર્થિક દાન સહાય પણ મળી છે. જેમાં
સાયલા ક્વોરી એસોસિઅન દ્વારા અંદાજે ૧૩૦૦૦૦૦ (તેર લાખ ),
સાયલા વેપારી મંડલ ના ભાઈઓ તથા હાઇવે પરના ભાઈઓ દ્વારા અંદાજે ૪૦૦૦૦૦ (ચાર લાખ )
સાયલા નું વડિયા ગામ સમસ્ત ૧૮૦૦૦૦ ( એક લાખ એસી હજાર )
સાયલા ના સેજકપર ના દડુભાઈ જીવાભાઈ ખવડ તરફથી ૫૧૦૦૦ (એકાવન હજાર )
સુરેન્દ્રનગર સાડી એસોસિઅન દ્વારા ૨૧૭૦૦૦ (બે લાખ સત્તર હજાર )
હજુ પણ આવતા દિવસોમાં દાતાઓ દ્વારા સહાય મળશે એવી પાંજરાપોળ ટ્રસ્ટ ની આશા છે.
સાયલા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા સહયોગી થનાર તમારા ગ્રામજનો તથા દાતાઓનો આભાર વ્યક્ત કાર્યો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.