ધાંધલપુર માં પીએસસી સેન્ટર શોભાના ગાંઠીયા સમાન - At This Time

ધાંધલપુર માં પીએસસી સેન્ટર શોભાના ગાંઠીયા સમાન


ધાંધલપુર માં પીએસસી સેન્ટર શોભાના ગાંઠીયા સમાન છે. જ્યાં 4 વર્ષ થી એમબીબીએસ ડોક્ટર નથી તેમજ ગાયનેક ડોક્ટર નથી નવજાત શિશુ રૂમ તેમજ તમામ સામગ્રી હોવા છતાં ડોક્ટર ની નિમણૂક ન કરવાના કારણે ડીલેવરી માટે બહેનોને ન છૂટકે ચોટીલા કે સાયલા જવું પડે છે અથવા પ્રાઇવેટ હોસ્પિટલ નો સહારો લેવો પડે છે. જ્યારે અચાનક વિઝીટ કરવામાં આવી ત્યારે એક પણ ડોક્ટર હાજર જોવા મળ્યા ન હતા ફક્ત અને ફક્ત મેલેરિયા ડોક્ટરો હાજર હતા સગર્ભા બહેનો માટે અધ્યતન લેબોટરી માઈક્રોસ્કોપ તેમજ તમામ સામગ્રી કેન્દ્ર પર જોવા મળે છે. ડોક્ટરોની નિમણુંક ના અભાવના કારણે નોલી ધજાળા ધાંધલપુર માં હાલ એક આયુર્વેદિક અને એક આયુષ્ય ડોક્ટર છે સાયલા તાલુકામાં 3 PHC માં ડોક્ટર અભાવના કારણે 15 થી વધુ ગામોમાં બાવીસ હજાર ની વસ્તી પરેશાન છે આથી ધાંધલપુર માજી સરપંચ રણછોડભાઈ રબારી તેમજ જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત લેખીત તથા મોખીક કરેલ છે પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી.

રિપોર્ટર : ધર્મેન્દ્ર દવે
ધાંધલપુર તા,સાયલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.