વડનગર તાલુકા નું વડબાર ગામના યુવાન ને દોરી વાગતા કરુણ મોત નિપજ્યું
વડનગર તાલુકા નું વડબાર ગામના યુવાન ને દોરી વાગતા કરુણ મોત નિપજ્યું
ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાદવામાં આવે છે અને અવનવી જાહેરાતો કરવા છતાં તોયે સરકાર તથા વહીવટી તંત્ર ચૂપી કેમ????
વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય માનસાજી રગુંજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, માનસાજી પોતાના બાઈક પર વડનગર કામ અર્થે ગયા હતા. બપોરે કામ પૂરું કરી ઘરે પરત ફરતી વખતે ગામમાં જ તેમના ગળાના ભાગે અચાનક ઘાતક દોરી વાગી હતી. ગળાના ભાગે ગંભીર ઈજાઓ સાથે તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ગામમાંથી મળતી માહિતી પ્રમાણે, મૃતક માનસાજી બાઈક પર સવાર હતા અને જયારે તેઓ ઘર નજીક પહોંચ્યા ત્યારે ઘાતક દોરી તેમના ગાળાના ભાગે વીંટાઈ જતા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.તાત્કાલિક સારવાર અર્થે વડનગર પહોંચાડ્યા પરંતુ સારવાર વચ્ચે જ મૃતકે દમ તોડ્યો હતો.આ દુર્ઘટનાથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ ઘટના ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા દર્શાવે છે. તહેવારની ઉજવણી વચ્ચે આવી દુખદ ઘટનાઓ ન બને તે માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોવાથી કોઈક અંશે વહીવટીતંત્ર પણ જવાબદાર છે.ચાઈનીઝ દોરી બાબતે લોકોમાં જાગૃતતા લાવવી જરૂરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.