ડો.આર.ગોઢાણીયા મહિલા કોલેજના ઈગ્લીશ મીડીયમ કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા “એન્યુલ સ્પોર્ટ્સ ડે” ઉજવાયો
વિધાર્થીઓમાં રમત ગમત દ્વારા ખેલ દિલી,સહાનુભૂતિ,સહકાર, નેતૃત્વ,જેવા સદગુણો વિકશે છે: ડો વિરમભાઈ ગોઢાણીયા
વિવિધ રમતો માં વિજેતા થયેલ છાત્રોને મેડલ એનાયત કરી બિરદાવવામાં આવ્યા
ગોસા(ઘેડ)તા :૧૩/૦૧/૨૦૨૫ પોરબંદર શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માં શારીરિક શિક્ષણ અને વ્યાયામ મહત્વનો ભાગ ભજવે છે. રમતો દ્વારા છાત્રોનો સામાજિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસ થાય તેવા ઉમદા હેતુ સર પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજના ઈંગ્લીશ મીડીયમ દ્વારા તાજેતરમાં “એન્યુલ સ્પોર્ટ્સ ડે નું ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્ષ :ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
પ્રારંભમાં કોલજ ડાયરેક્ટર ડો કલ્પનાબેન જોશી એ શિક્ષણની સાથે સાથે અભ્યાસિક પ્રવૃર્તિઓ માં મેદાની રમત અંગે તેની આવશકતા પર ભાર મૂકી યુનિવર્સિટી માં શ્રેષ્ઠ પરિણામો આ ડિપાર્ટમેન્ટ લાવે છે તેમ જણાવી ઉપસ્થિત સૌ મહાનુભાવોને મીઠો આવકાર આપ્યો હતો..
પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સંચાલિત શિક્ષણ શિસ્ત અને સંસ્કાર ઘડતર માં જિલ્લામાં અગ્રેસર એવી ડો. વી. આર ગોઢાણીયા મહિલા કોલેજના ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત એન્યુલ ડે ને ખુલો મૂકી જણાવ્યું હતું કે આજનો વિદ્યાર્થી ઓ આવતી કાલનો યુવા નાગરિક છે. ગ્રામ્ય વિસ્તારની રમતોને વેગ મળે તે માટે ટ્રષ્ટ કટીંબદ્ધ છે અભ્યસની સાથો સાથ રમતગમત પણ જીવનમાં એટલી જ મહત્વની છે આ રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં ખેલ દિલી, સહકાર, નેતૃત્વ સહનુભૂતિ જેવા સદગુણોના વિકાસ થકી તેમની વ્યક્તિત્વ વિકાસ સાથે એક આગવી જીવન શૈલી બને છે. આ પ્રસંગે પોરબંદર ની ડો, વી આર ગોઢાણીયા બી. એડ. કોલેજના ડાયરેટક્ટર ડો ઈશ્વર ભાઈ ભરડા એ જણાવ્યું હતું કે ટ્રષ્ટ દ્વારા શહેરની માધ્યમાં આ સંકુલમાં સાથી મોટુ મેદાન એ માટે રાખવામાં આવેલ છે.કે વિદ્યાર્થી ઓમાં વિવિધ રમતો દ્વારા શારીરિક અને માનસિક વિકાસ થાય છે.આથી માનસિક વિકાસ ની અસર તેના અભ્યાસક્રમ પર પડે છે. અને વિધાર્થીઓની બુદ્ધિમતાના વિકાસ સાથે શાળા કોલેજોના પરિણામો શ્રેષ્ઠ આવે છે. આ તકે ગોઢાણીયા સંકુલના ઓલમ્પિક રમી શકે એવા વિશાળ મેદાનમાં ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો કેતન ભાઈ શાહના સબળ નેતૃત્વ માં અને ડાઇ રેક્ટરડો કલ્પનાબેન જોશીના માર્ગદર્શન હેથળ વિવિધ રમતોત્સવનું આયોજન કરવામા આવેલ હતું. જેમાં વનલેગ જામ્પિંગ, લેમન સ્પુન,હરડલ રેસ,૧૦૦મીટર દોડ, સેકરેસ, ટગ ઓફ વોર, પાસિંગ ઓફ બોલ જેવી અનેક રમતો યોજાય હતી. આ રમતોત્સવમાં માં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે મેડલો એનાયત કરી સન્માનિત કરવા માં આવેલ હતાં આ રમત-ગમત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રોફેસર મીરાંબેન ગોરાણીયા, હેતલબેન ઓડેદરા એ ઉમદા સેવા આપી હતી. આ રમતોત્સવ કાર્યક્રમમાં ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશ ભાઈ થાનકી, કન્યા હોસ્ટેલના એડમિની સ્ટેટર કિરણબેન ખૂંટી,ડો જયશ્રીબેન પરમાર, યોગા કોલેજ ના ડાયરેક્ટર જીવાભાઈ ખૂંટી, ઓફિસ સુપરી ટેન્ડન્ટ ભાવેશભાઈ મોઢા,એકાઉન્ટર વિજયભાઈ થાનકી,સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.છાત્રોના શારીરિક, માનસિક, અને નૈતિક વિકાસ માટેની રમત ગમત પ્રવૃર્તિને આવકારી ટ્રષ્ટના મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રષ્ટિ ભરતભાઈ ઓડેદરા, શ્રીમતિ શાન્તાબેન ઓડેદરા, શ્રીમતિ જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ,ભરતભાઈ વિસાણા સહીત ટ્રષ્ટ ગણે અભિનંદ ન સાથે શુભેચ્છઓ પાઠવી હતી
આ રમતોત્સવ મા ડાયરેક્ટર ડો કલ્પનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ કિરણ બેન સોમૈયા, ધારાબેન પીઠવા, જાગૃતિ બેન ઓડેદરા, ધ્વનિ બેન પરમાર સાધનાબેન ઓડેદરા સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા અપાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર નેહાબેન ટેકવાણી એ સંભાળ્યું હતું. જયારે આભાર દર્શન પ્રોફેસર વિપુલ ભાઈ દત્તાણીએ કર્યું હતું.
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.