સ્વામિ વિવેકાનંદ જન્મદિવસની ઉજવણી મોડાસામાં કરાઈ.
મોડાસા ગાયત્રી પરિવાર યુથ ગૃપે સ્વામીજીની પ્રતિમાનું પૂજન ફુલહાર કરી વૃક્ષારોપણ, વિચારધારા બેઠક તેમજ ગરીબોને ગરમ ધાબળા વિતરણ કરી ઉજવણી કરી.
ભારતીય સંસ્કૃતિમાં યુવાઓ માટે શ્રેષ્ઠ વ્યક્તિત્વ એટલે સ્વામિ વિવેકાનંદ. તેમના ૩૯ વર્ષના જીવનમાં સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો શંખનાદ કરી. શ્રેષ્ઠ માનવીય જીવનની સુવાસ ફેલાઈ. ૧૨ જાન્યુઆરી તેમનો જન્મદિવસ યુવા દિવસ તરીકે મનાવાય છે.
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમે સ્વામિ વિવેકાનંદ જન્મ દિવસ પર મોડાસા ચાર રસ્તા પર પ્રતિમાને ફુલમાલા- પૂજન કર્યું. તેમના આદર્શ સિધ્ધાંતોને જીવનમાં ઉતારવાના સંકલ્પ લીધા. દર રવિવારે મારું ઘર મારું વૃક્ષ અભિયાન ચલાવી રહેલ આ જી પી વાય જી યુવા ટીમ ૧૮૪ મા રવિવારે માલપુર રોડ સાંઈબાબા મંદિર સામે વૃક્ષારોપણ કરી સૌને પર્યાવરણ બચાવવા સંદેશ આપ્યો. સાંજે ગાયત્રી ચેતના કેન્દ્રના પટાંગણમાં વિચાર ધારા બેઠક યોજાઈ. જેમાં સ્વાતિબેન કંસારાએ વિશેષ ઉદ્બોધનમાં સ્વામીજીના જીવનના અનેક પ્રેરણાત્મક પ્રસંગો યાદ કર્યા.જે આજના યુવાઓએ જીવનમાં ઉતારી શ્રેષ્ઠ જીવન બનાવવા પ્રયાસ કરવો જોઈએ. મોડી રાત્રે દશ વાગ્યા પછી આ જી પી વાય જી ટીમના યુવા ભાઈઓ બહેનોએ અપરાજિતા આંદોલન અંતર્ગત મોડાસામાં કડકડતી ઠંડીમાં ઠુઠવાતા ગરીબો- શ્રમિકોને સંવેદના કરુણા સહાયરૂપે ગરમ ધાબળા વિતરણ કરી. સમગ્ર કાર્યક્રમો કરી સ્વામિ વિવેકાનંદ જન્મ દિવસની ઉજવણી કરી.
આ સમગ્ર આયોજન ભાર્ગવ પ્રજાપતિ તથા પ્રજ્ઞેશ કંસારાના નેતૃત્વમાં જનક ઉપાધ્યાય, દેવાશિષ કંસારા, વિરેન્દ્ર સોની, જીલ પટેલ, શીવ ઉપાધ્યાય, નીતીન સોની, પરેશ ભટ્ટ, ઉચિત પ્રજાપતિ સહિત અનેક યુવા ભાઈઓ બહેનો જોડાયા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.