જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ અને સીટી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષસ્થાને ટ્રાફિક ટીમ દ્વારા મકરસંક્રાંતિમાં વાહનચાલકોને સેફ્ટી બેલ્ટ લગાવવામાં આવ્યા - At This Time

જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ અને સીટી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષસ્થાને ટ્રાફિક ટીમ દ્વારા મકરસંક્રાંતિમાં વાહનચાલકોને સેફ્ટી બેલ્ટ લગાવવામાં આવ્યા


(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા)
જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ. એ.એમ. રાવલ સીટી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.એસ વાઘેલા અને તેમની ટીમે બોટાદ શહેરના બે મુખ્ય સ્થળો - એસટી ડેપો અને જ્યોતિગ્રામ સર્કલ ખાતે અભીયાન શરું કર્યું છે. આ સ્થળ પાસે પસાર થતા તમામ વાહનચાલકોને સેફ્ટી બેલ્ટ લગાવવામાં આવ્યા, જેથી ઉતરાયણ દરમિયાન પતંગના દોરાથી થતી ઇજાઓથી તેમનું રક્ષણ થઈ શકે.
પોલીસની આ સક્રિય કામગીરીને વાહનચાલકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેમણે આ પહેલની પ્રશંસા કરી છે. આ પહેલ માત્ર વાહનચાલકોની સુરક્ષા જ નહીં, પરંતુ તહેવાર દરમિયાન થતી દુર્ઘટનાઓને રોકવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા આ સ્થળ પાસે પસાર થતા તમામ વાહનચાલકોને સેફ્ટી બેલ્ટ લગાવવામાં આવ્યા, જેથી ઉતરાયણ દરમિયાન પતંગના દોરાથી થતી ઇજાઓથી તેમનું રક્ષણ થઈ શકે. પોલીસની આ સક્રિય કામગીરીને વાહનચાલકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેમણે આ પહેલની પ્રશંસા કરી છે. આ પહેલ માત્ર વાહનચાલકોની સુરક્ષા જ નહીં, પરંતુ તહેવાર દરમિયાન થતી દુર્ઘટનાઓને રોકવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.