બહુચર્ચિત બનાવટી લેટર કાંડ મુદ્દે અંતે ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ પોલીસ પીડિત અને નેતા ઓની આબરૂ ના ધજાગરા બાદ ધી ના ઠામ માં ધી પડતો નિર્ણય ઓરલ ઓર્ડર નું પાલન નાના કર્મચારી ઓને બલી બકરા બનાવી અનેક રહસ્યો સાથે બંધ
બહુચર્ચિત બનાવટી લેટર કાંડ મુદ્દે અંતે ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ
પોલીસ પીડિત અને નેતા ઓની આબરૂ ના ધજાગરા બાદ ધી ના ઠામ માં ધી પડતો નિર્ણય
ઓરલ ઓર્ડર નું પાલન નાના કર્મચારી ઓને બલી બકરા બનાવી અનેક રહસ્યો સાથે બંધ
અમરેલી જિલ્લામાં બહુચર્ચિત બનાવટી લેટરકાંડ મુદ્દે અંતે ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ રાજકીય ઈચ્છા શક્તિ એ ખુશામત ખુલ્લી પડતા સમગ્ર પોલીસ ની છબી દૂધળી કરતા પોલીસ તંત્ર ઉપર ભારે હોહા અને થુંથું થયું હતું પૂર્વ કેન્દ્રીય મંત્રી વર્તમાન રાજકોટ લોકસભા સાંસદ રૂપાલા તેમજ પૂર્વ સાંસદ કાછડીયા ડો કાનાબાર સહિત ભાજપ નેતા ઓના પોલીસે કાચું કાપ્યું હોવા ના એકરાર પછી સરકારે મોડે મોડે પણ આ પ્રકરણ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ માં ફરજ બજાવતા ૩ પોલીસ કર્મચારીઓ ને ફરજ માં બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ અધિક્ષકશ્રી નાઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા (૧) હેડ કોન્સ. કિશન આંસોદરીયા (૨) પો.કોન્સ. વરજાંગભાઈ મૂળયાસીયા (૩) મહિલા પો. કોન્સ. હિનાબેન મેવાડા ને સસ્પેન્ડ તો કર્યા પણ અનેક સવાલ શુ આ ત્રણ પોલીસે ઉપરી ના આદેશ વગર જાતે કાયદા વિરુદ્ધ ધડપકડ કરી હશે ? આ માટે એફ આઈ આર થી લઈ પકડ વોરન્ટ વગર ધડપકડ કરી હશે ? આ ત્રણ પોલીસ કર્મચારી એ રાજકીય ઈચ્છા શક્તિ કે ઓરલ ઓડર નું પાલન કર્યું હશે ? આવો ઓરલ ઓડર કોણે આપ્યો હશે ? ઘણી વખત નાના કર્મચારી ઓને બલી ના બકરા જેમ બલી ચડાવાય છે ? શિસ્તબદ્ધ ગણાતા પોલીસ ડિપાર્ટમેન્ટ માં ઉપરી ના ઓરલ આદેશ હતો કે લેખિત ? આ પ્રકરણ માં કોની ભલામણ થી રાત્રે ધડપકડ કરાય ? કે પછી ચડજા બેટા સુલી પે ની યુક્તિ એ નાના કર્મચારી ને ચડાવી દેવાયા ? આ પ્રકરણ માં કોણે કોને ભલામણ કરી કરાવી હતી ? કોના આદેશ થી પોલીસે કાયદા વિરુદ્ધ વિપરતી આચરણ કર્યું ? જેવા અનેક સવાલો ઉપર ગુપ્તા નો કાયમી પડદો પાડી દેવાયો કે હજુ આગળ નિષ્પક્ષ તપાસ થશે ? બનાવતી લેટર કાંડ એક રહસ્ય મય પ્રકરણ બની ગયું કોને કોણ પાડી દેવા માગતું હતું ? એ એકબધ રહસ્ય સાથે નાટકીય રીતે પોલીસે ખોટું કર્યું છે તેવા એકરાર સાથે ધી ના ઠામ માં ધી પાડી દેવાયુ છેલ્લા પંદર દિવસ સમગ્ર રાજ્યભર માં બહુચર્ચિત બનાવટી લેટર કાંડ મુદ્દે નાટકીય રીતે મોડે મોડે પણ પડદો પડ્યો ખરો અનેક બે આબરૂ કરી જનાર બનાવટી લેટર કાંડ માં આરોપી પોલીસ અને નેતા ઓની રેપ્યુટેશન માં ભારે ઓટ આપી જતા આ પ્રકરણ સાથે અનેક રહસ્યો પણ બંધ બનાવટી લેટર કાંડ માં આક્ષેપો ને સમર્થન અને પૃષ્ટિ પણ મળી રેતી ખનન મામલે તંત્ર ને મોટી સફળતા એક દિવસ મળી પણ ખનન મુદ્દે અગાઉ ત્રણ વર્ષ થી ભારે ચર્ચા રજૂઆતો આક્ષેપો થતા તેની તપાસ કોણ કરશે ? એકજ દિવસ માં ૪૦ વાહનો અને ત્રણ કરોડ નો મુદ્દામાલ ઝડપાયો હોય તો વર્ષો થી તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી અને વધુ લિજ્જત આપતી આ પ્રથા કોના આશીર્વાદ થી ચાલી રહી હતી ? આ બનાવટી લેટર કાંડ માં એફ એસ એલ રિપોર્ટ કે હેન્ડ રાઈટ પ્રુફ એક્સપર્ટ માં તપાસ કેમ ન કરાય ? કોને કોણ બચાવવા માંગે છે ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.