વધતા જતા માર્ગ અકસ્માતો માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી ખાતર ઉજવાય છે ચેતતા નર સદા સુખી. લાઈફ ઈઝ પ્રેસિયસ ટેઈક કેર ડ્રાઇવ કેર ફૂલી જિંદગી કિંમતી છે કાળજી રાખો
વધતા જતા માર્ગ અકસ્માતો માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી ખાતર ઉજવાય છે
ચેતતા નર સદા સુખી. લાઈફ ઈઝ પ્રેસિયસ ટેઈક કેર ડ્રાઇવ કેર ફૂલી
જિંદગી કિંમતી છે કાળજી રાખો
જોર શોર થી ઉજવતા માર્ગ સલામતી સપ્તાહ અનેક અવરનેસ પછી પણ વધતા જતા માર્ગ અકસ્માતો ચિંતા નો વિષય માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી ખાતર નહિ પણ પરિણામ લક્ષી બને તે જરૂરી
તાજેતર માં વિશ્વ મંચ ઉપર શરમ મહેસુસ કરતા હોવા નો કેન્દ્રીય માર્ગ મંત્રી નો એકરાર
હીટ એન્ડ રન વધતા જતા માર્ગ અકસ્માતો માટે જવાબદાર કોણ ? કડક કાયદા ની નહિ ઉંચી અંતર શુદ્ધિ ની જરૂર ઓલ લાઈક ઈઝ યોગ યાને જીંદગી એક યોગ છે. કર્મસ્તુ કૌશલ્યમ યાને સર્વ ની કુશળતાજ ધર્મ છે તેવા અનેકો સૂત્ર જિંદગી કિંમતી છે કાળજી રાખજો ચેતતા નર સદા સુખી જે ઘણું ઘણું કહી જાય છે ભારત દેશમાં દર વર્ષે એક લાખ થી વધુ લોકો અકસ્માતને કારણે મોતને ભેટે છે અને નાની- મોટી ઈજાઓ પામનાર ચાર-પાંચ લાખ થી વધુ વ્યક્તિ માંથી અનેક વ્યક્તિ ઓ અનેકો અંગ ગુમાવી કાયમી વિકલાંગ બની પરાધીન જીવન જીવે છે ભારતમાં દર એક મિનિટે એક અકસ્માત થાય છે એક સર્વેક્ષણ દર્શાવે છે કે, ભારતીય રસ્તાઓ પર થતા કુલ અકસ્માતો માં ઘટાડો લાવી શકાય છે મોટર વ્હીકલ એક્ટ માં સુધારો લાવી હેલ્મેટ પહેરવા ની કરજીયાતની પ્રથા કેટલી કારગત ? કાયદા બને છે સારા માટે પણ પુરવાર થાય છે નઠારા કાયદો બન્યા પછી એની સમીક્ષા થાય છે ખરી ? જે કાયદો જે તે તંત્ર ના અમલીકરણ માં આવે તે તંત્ર માટે આર્શીવાદ રૂપ બની રહે છે
મોટર વ્હીકલ એક્ટ ટ્રાફીક નિયમન શાખા ઓ માટે દુઝાણી ગાય સાબિત થયો કરજીયાત હેલ્મેટ પ્રથાનો કેવો અમલ થયો ? રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસના ધારા-ધોરણો નો કેવો અમલ થાય છે ? ઓવર લોડ ગતિ મર્યાદા ભાર વાહક કે પરિવહન માટે કેપીસીટી કે લાયસન્સ પ્રથામાં જોઈએ તેવો અમલ થતો નથી.
તંત્ર અને વાહન માલિકોએ સાવચેત્તી રૂપે કેટલાક મહત્વના નિયમોના પાલન સૌની સલામતી અને બહુમુલી જીંદગી માટેના અસંખ્ય માર્ગ સંકેતો જેવા કે ટ્રાફ્રિક દ્વિમાર્ગી રસ્તાની ઓવસ્ટેક એ બી. સી. ડી. ઈ કુટપાય ની સમાંતર રેખા, એક જી ઝીબ્રા કોસીંગ લેન નોર્મલ અને લેન ઓવરટેક અને ટર્ન લેવાનો સંકેત રસ્તા ઉપરના અસંખ્ય સંકેતો પૈકીના ૧૦ ટકા પણ વાહન ચાલકો ની જાણ માં હોય તેવું લાગતું નથી લાયસન્સ ઇશ્યુ પૂર્વે ફરજિયાત માર્ગદર્શન પ્રશિક્ષણ તાલીમ વર્ગ નો અભાવ જોવા મળે છે અધકચરું જ્ઞાન છતાં સહેલાય થી લાયસન્સ મેળવી લેવા મામૂલી રકમ ખર્ચી પરવાનો મેળવી લેવા ની રીત જેવા અનેક કારણો છે
માર્ગ સંકેત માટે કરજીયાત શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે તો રક્ષણાત્મક ડ્રાઈવીંગનો મૂળભૂત અર્થ એ થાય કે કેવળ એક વ્યક્તિની ભૂલ માટે નહીં પણ રસ્તાનો ઉપયોગ કરનાર અન્યોની ભૂલ માટે પણ અતિ મહત્વનું થઈ રહેશે કોઈપણ કાયદાના અમલીકરણ થી મૂળ હેતુસર થશે જ એવું માનવું ભૂલ ભરેલુ છે અત્યારે ટુવ્હીલ વાહન ચાલકો માટે
હેલ્મેટ કરજીયાત છે પણ આ વાહન ચાલકો પૈકીના ૮૦ ટકા વ્યક્તિઓ રસ્તા પરના સંકેતોના અર્થ પણ જાણતા હોતા નથી તેનું શું ? આપણે અકસ્માત નથી કરવો પણ સામેવાળાને કરવો છે તેથી સ્થિતિ નિર્માણ થશે. રસ્તા પર થતા અકસ્માતોના લગભગ ૪૦ ટકા અકસ્માતો મોટા શહેરી અને તેની આસપાસના વિસ્તારોમાં થતા હોય છે. ચાલક અજ્ઞાન ટ્રાફિક નિયમ ભંગ અજ્ઞાન હોવાથી કોઈપણ સંકેતોના સામાન્ય જ્ઞાન પણ ધરાવતા નથી ભારતીય રસ્તાઓ આકરા ઢોળવવાળા, તિક્ષ્ણ વળાંકો વ્યૂહાત્મક સ્થળ સાંકડા માર્ગ ગરનાળાઓ રસ્તા પરતા અનધિકૃત દબાણો રસ્તા પરની ખુલ્લી ગટરો, અરક્ષિત રેલ્વ ક્રોસીંગ, મિલન થવાના રસ્તા પર અવૈજ્ઞાનિક ઢબે રજુ કરેલા ઝીબ્રા કૉસ રસ્તા પર રખડતા ઢોર અન્ય પ્રાણી અને યોગ્ય સંકેતોનો અભાવ ઘણી વખત માઈલ સ્ટોન કે વૃક્ષ કે નાળા ઓની દીવાલો સાથે પણ અકસ્માત કરી બેસતા વાહન ચાલકો જોવા મળે છે એકસપ્રેસ ધોરીમાર્ગ ૫૨ વાહનને રિવર્સમાં લઈ જવાની મનાઈ હોય છે. રસ્તા પરના સંકેત હોતા નથી હોય તો વાહન ચાલકો આ બાબતે નિયમો જાણતા નથી જેમ કે હેડલાઈટસ અને ભયસૂચક લાઈટો અને શોલ્ડર તરફના સંકેતો છે તેમ હેલ્મેટની માત્ર અકસ્માતો નહિ અટકે પહેલા તો આ વિષયના માર્ગદર્શન શિબીરો દ્વારા સંકેતો ટોન મળે તે જરૂરી છે. હેલ્મેટ કરતા અમોધ છે સંકેત જ્ઞાન પછી હેલ્મેટ. અત્રે લાયસન્સ પ્રથામાં બદલાવ લાવી લાયસન્સ સાથે અનેક પ્રકારની સંમતિ ઓ જેવી કે અકસ્માતમાં પછી તુરંત સારવાર માં જીવન બચાવ નો કોઈ ન હોય પીડિત વ્યક્તિ નું મરણ થવા નું સુનિશ્ચિત હોય મરણ જનાર વ્યક્તિની નો અંતિમ સમય નજીક હોય તેવા કિસ્સા માં સમયોચિત ચક્ષુદાન ઓર્ગન ડોનેટ ફરજીયાત લાયસન્સ ની શરતો ઉપરાંત તાલીમમાં માર્ગ સંકેતોનું જ્ઞાન બહુમુલી જીંદગીઓ વિષે સમજણ પ્રદુષણ અંગે પુસ્તી જાણકારી બિનજરૂરી એસેસરીઝ વાહનો ઉપર લગાડવા અંગેની પાબદી ગતિ મર્યાદાઓ અંગે પુરતા પ્રમાણમાં નિપૂણતા મેળવ્યા બાદ જે વાહન ચાલક તરીકે માન્યતા અપાય તેથી કરી માર્ગ અકરમાતો ઘણા અંશે ઘટી શકે બિનજરૂરી વપરાશ પર પૂરતા પ્રમાણ માર્ગદર્શન મેળવી ઉપયોગ કરાય વાહનોની પરિવહન બાબતોમાં કેપેસીટી અંગે ફરજીયાત અમલ કરાવાય ચાલુ વાહને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે લેપટોપ, મોબાઈલ. ટી વી સેટ, ઘોઘણીયા ગીત-સંગીતો માટે આચાર સંહિતાઓ ઘડાય તે અત્યંત જરૂરી છે.
ભારવાહક વાહનોમાંથી થ્રિ વ્હીલ રીક્ષાનો પેસેન્જર વાહન તરીકે બેકામ ઉપયોગ અને માનવરહિત ફટકો માં આખેઆખુ વાહન ઉડાવી મુકવાની અનેક ઘટનાઓ અનેક વખત બની છે ત્યારે કાયદો શું કારગત નિવડે ?અનુશાસન અને સાવચેતી મહત્વની હોય છે અમુક જગ્યાએ રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં માણસો કચડાઈ જવાની ઘટનાઓ અનેક જગ્યા ઓએ બની છે. ઉંચી અંતરશુદ્ધિ વાળુ તંત્ર હપ્તા વગરની વ્યવસ્થા નું ચુસ્ત પાલન બહુમુલી જીંદગી બચાવી શકાય આ વિકસતા યુગમાં હાઈ ઈન્કૉમેશન ટેકનોલોજી ક્ષેત્રે ઓટો એન્જીનીયરીંગ ક્ષેત્રે કાતિ કરી તેમાં ના નહી પણ સલામતી માટેની સગવડો નું શું? અનુશાસન સલામતી ની સૌથી મોટી દેન છે અનેક નિયંત્રણો યોગ્ય અનુશાસનોથી પળાય તો ઘણી મોટી સલામતી માનવ સમાજ માટે આશીર્વાદરૂપ થઈ શકે તેમ છે.
અનેક હિટ એન્ડ રન ના કેસો સગીરો ને ભારે હોર્સપાવર નું વાહન આપી દેવાય છે અકસ્માતો વખતે ચાલક ની ભારે બેદરકારી જોવા મળે છે તેવા અનેક બનાવો આંખ ઉધાડનારા છે હિટ એન્ડ રન ના બનાવો અનેક નિદોષો નો ભોગ લેનાર ને સામાન્ય રીતે જમીન મળી જતા હોય છે બચાવ પક્ષ ના તર્ક અને કોર્ટ બહાર સેટલમેન્ટ દિવાની દાવા વળતર ચૂકવી દેવા ના અસંખ્ય કિસ્સા ઓ બનતા રહે છે કેફી દ્રવ્ય નું સેવન પણ માર્ગ અકસ્માત નું પ્રમુખ કારણ છે બીફિકરાય થી માનવ જિંદગી જોખમ માં મુકવા જેવા કારણો અવિરત ચાલતા રહે છે વારંવાર અકસ્માતો પછી તંત્ર એ સુ ઘડો લીધો ? જોર શોર થી માર્ગ સલામતી સપ્તાહ માં સૂફીયાણી સલાહ અપાય છે પણ પરિણામ લક્ષી નક્કર કામગીરી માર્ગ અકસ્માત નિવારવા માટે કંઈ થાય છે ખરું ? ઓટો મોબાઈલ ક્ષેત્રે અકલ્પનિય ક્રાંતિ અમર્યાદિત ગતિ અનુશાસન વગર નું ડ્રાઇવ અને ભ્રષ્ટ તંત્ર હપ્તા સિસ્ટમ વચ્ચે ઉજવતા માર્ગ સલામતી સપ્તાહ નાટક બની ને રહી જાય છે
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.