મહુવા: કીર્તન, ભક્તિ ભગવાનને પ્રાપ્ત કરવાનું અમોધ શસ્ત્ર છે : નિત્યસ્વરૂપદાસજી - At This Time

મહુવા: કીર્તન, ભક્તિ ભગવાનને પ્રાપ્ત કરવાનું અમોધ શસ્ત્ર છે : નિત્યસ્વરૂપદાસજી


મહુવા: કીર્તન, ભક્તિ ભગવાનને પ્રાપ્ત કરવાનું અમોધ શસ્ત્ર છે : નિત્યસ્વરૂપદાસજી
મહુવાના સ્વામિનારાયણ મુખ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ચોથા દિવસે હજારોની સંખ્યા હરી ભક્તોએ કથાનો લાભ લીધો હતો. કીર્તન, ભક્તિ ભગવાનને પ્રાપ્ત કરવાનું અમોધ શસ્ત્ર છે એમ નિત્યસ્વરૂપદાસજીએ જણાવ્યુ છે. આજની કથામાં ઘનશ્યામ ચરિત્ર માં બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજ ઘરનો ત્યાગ કરીને જગત કલ્યાણ માટે વનવિચરણ માં નીકળી પડ્યા, પ્રભુ ઘનશ્યામ મહારાજ ટોટલ ૧૨૫૦૦ કિલોમીટર ની યાત્રા માં ૬ દેશ અને ૧૭ ભારત ના રાજ્યનું વિચરણ કરીને જીવાત્માનું કલ્યાણ કર્યું. છેલ્લે ગુજરાત માં આવ્યા અને ગુજરાતનો પ્રેમ જોઈને અહીંયા જ રોકાણા
જેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમા ૮૦,૦૦૦ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો

હતો. ૩૦૦ લોકોએ પોતાના વ્યસનનો ત્યાગ કર્યો હતો. પ્રદર્શન માં હજારો લોકોએ મુક્તિનાથ ભગવાનનું સ્થાન એવું પુલ્હાશ્રમ ના મહુવામાં દર્શન કર્યા સાથે સાથે બાલ નગરીનને પણ નિહાળી હતી. બાલકૃષ્ણ સ્વામી ફરેણી સત્સંગ ભૂષણ સ્વામી કણભા વગેરે સંતોએ ઉત્સવ અને સ્વામી નિત્યસ્વરૂપ સ્વામીને બિરદાવ્યા હતા. રાત્રિ કાર્યક્રમમાં હિતેશભાઈ અંટાળાએ હાસ્યની મોજ કરવી હતી. હરદેવ આહીર અને મેરામણ ગઢવીએ સાહિત્યની વાતો કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.